જાણો આપ ના કોર્પોરેટરો એવું તો શું પાપ કર્યું કે પોલીસ 29 નેતાઓ વિરુદ્ધ નોંધ્યો ગંભીર ગુનો

સુરત મહાનગર પાલિકાની શુક્રવારના રોજ યોજવામાં આવેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ક્રોસ વોટીંગથી હારી જતા આમ આદમી પાર્ટીના 27 નગર સેવકોએ ભારે બબાલ મચાવી હતી. આ સમગ્ર ઘટના અંગે શનિવારના રોજ મહાનગર પાલિકાના સિક્યુરિટી ઓફિસરે આપના 27 કોર્પોરેટર ઉપરાંત અન્ય 2 નેતા મળીને કુલ 29 સામે સરકારી ફરજમાં રુકાવટ, રાયોટિંગ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીના નગર સેવકનું આ આયોજન એક કાવતરું હતું. પોતાનો ઉમેદવાર હારી જતા ગમે તેમ કરીને ચુંટણીને કેન્સલ કરવા માટે ભારે બબાલ કરી હતી.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે આ ચુંટણીમાં હાર અને જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જયારે અન્ય 2 બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવેલ હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની હારની જાણ થતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભેગા મળીને મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું.

સિક્યુરીટી ઓફિસર સામે અને મત ગણતરીમાં રોકવામાં આવેલા સિક્યુરીટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરીને કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, તમને લોકોને ગુલામીથી કઈ મળશે નહિ. તમને બધાને સસ્પેન્ડ કરવી દઈશું.’

શિક્ષણ સમિતિની ચૂંટણીની કામગીરીને અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા. બેલેટ પેપેર લઈને ચુંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરી હતી. સુરત મેયરની આબરુને નુકસાન પહોચે તે પ્રકારના અભદ્ર શબ્દો અને વાક્યો ઉચ્ચારવામાં આવ્યા હતા.

આ સમગ્ર બબાલ દરમિયાન સભાખંડના ખુરશીઓ, કાચ અને ટેબલની તોડફોડ કરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બનશે કે જેમાં એક સાથે વિપક્ષ એટલે કે આમ આદમીના નાગર સેવકોને જેલમાં જવું પડી શકે છે. પોલીસ ગમે તે સમયે તમામ નગર સેવકની ધરપકડ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *