અટલાદરા BAPS મંદિરમાં એક જ મહિનામાં 1300 કોરોના દર્દીઓને મળી સારવાર, 800થી વધુ દર્દીઓ થયા ‘કોરોના મુક્ત’

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે. બીજી લહેર ખતરનાક સાબિત થતા કેટલાય લોકોને હોસ્પીટલમાં બેડ મળવા અને ઓક્સીજન માટે લોકોને આમતેમ દોડવું પડ્યું…

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે. બીજી લહેર ખતરનાક સાબિત થતા કેટલાય લોકોને હોસ્પીટલમાં બેડ મળવા અને ઓક્સીજન માટે લોકોને આમતેમ દોડવું પડ્યું હતું. તો કેટલાય દર્દીઓના ઓક્સિજનની અછતને કારણે તડપી તડપીને મોત થયા છે. કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા માટે ઘણી સામાજિક, ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટો તથા અન્ય ગ્રુપ લોકોની મદદ માટે આગળ આવે છે ત્યારે ફરી એક વાર BAPS સ્વામીનારાયણ સંસ્થા લોકોની વહારે આવી છે. જે લોકો માટે ખુબ જ આશીર્વાદરૂપ ગણી શકાય.

જયારે વડોદરા શહેરના તંત્ર દ્વારા અટલાદરા BAPS સ્વામીનારાયણ મંદિરના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે એક મહિના પહેલા 500 બેડની એક કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જયારે અટલાદરાની ગોત્રી હોસ્પિટલમાં એક મહિનામાં 1300 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓ દાખલ થયા છે. જેમાંથી 800 જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

ફરજ પર ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ હોસ્પિટલની સુવિધાના ભાગરૂપે યજ્ઞ પુરૂષ સભામંડપમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની અહી સારવાર કરવામાં આવી રહી છે. BAPS સંસ્થાનું સભા મંડપ દર્દીની સેવા માટે સારવારનું કેન્દ્ર બન્યું છે.

BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવની સાથે થયેલ બેઠકમાં થયેલ ચર્ચા  મુજબ મંદિરના યજ્ઞપુરુષ સભામંડપને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનને કારણે સંતો ખૂબ જ પ્રભાવિત થયા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થાને આ કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવાની ઉતમ તક મળી હતી. આ યજ્ઞપુરુષમાં જરૂરી તમામ સાધન સામગ્રી અને સુવિધા ઉભી કરવામાં આવી છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધાઓ જેવી કે, મોબાઈલ, ટોઇલેટ, બાથરૂમ, એર કુલર, પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યારે બાકીની મેડીકલ સેવાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. હાલમાં આ કોવીડ સેન્ટરમાં ડોક્ટર અને નર્સ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ અને ગરીબ પરિવારોને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં અહી સારવાર હેઠળના દર્દીઓ માટે ભોજન પ્રસાદની સેવા પણ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ઉપાડી છે.

મંદિરને ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. જયારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનેક મંદિરો દેશમાં અને વિદેશમાં તેમની સેવા પ્રવૃત્તિઓ માટે ખુબ જ જાણીતા બન્યા છે. ત્યારે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે સરકાર સાથે ભાગીદારી દાખવીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે આ યજ્ઞપુરુષ સભામંડપને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *