Country’s largest luxurious Vrudhashram, Rajkot: માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (Manav Seva Charitable Trust) દ્વારા રાજકોટમાં છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ (Sadbhavna Vrudhashram) ચલાવવામાં આવી રહ્યો છે. આ વૃદ્ધાશ્રમમાં કોઈપણ પ્રકારનો નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદ વૃદ્ધોને વિના મૂલ્ય આશરો આપવામાં આવી રહ્યો છે. હવે આ જ સંસ્થા દ્વારા દેશનો સૌથી મોટો લક્ઝરીયસ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, 200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો આ વૃદ્ધાશ્રમ 30 એકર જમીન પર ફેલાયેલો હશે, જેમાં 700 લક્ઝરીયસ રૂમનો નિર્માણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ વૃદ્ધાશ્રમમાં એક સાથે 2100 વડીલોને આશરો આપવામાં આવશે. મિત્રો આ વૃદ્ધાશ્રમની ખાસ વાત તો એ છે કે દરેક માળ ઉપર અગાસી હશે. આવનારા રવિવારના રોજ આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવશે.
હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા વડીલો પોતાની પાછલી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે, આ વૃદ્ધાશ્રમના 500 વડીલોમાંથી 180 વડીલ પથારીવશ છે. હાલની પરિસ્થિતિ જોઈ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક નવા અને આલીશાન-લક્ઝરીયસ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવતા રવિવારે આ નવા ભવનનો ગુજરાતના સંતો-મહંતો અને દેશભરના 10,000 શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે.
વિના મૂલ્ય થશે વડીલોની સારવાર
સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજય ડોબરીયાએ જણાવતા કહ્યું હતું કે, રાજકોટમાં નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ હશે. આ વૃદ્ધાશ્રમમાં કુલ ૭૦૦ રૂમ તૈયાર કરવામાં આવશે, જેમાં વડીલોને આશરો તો મળશે જ… સાથે સાથે તેમને વિનામૂલ્ય સારવાર પણ થશે. આ વૃદ્ધાશ્રમમાં એક સાથે 2100 વડીલો આશરો લઈ શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આશ્રમમાં એવા જ પડેલો ને આશીર્વાદ આપવામાં આવશે, કે જેઓ નિરાધાર થયેલા છે… જેમનું કોઈ સંતાન નથી અને લાચાર બન્યા છે. સાથે સાથે જ આ વૃદ્ધાશ્રમમાં આશરો લેનાર દરેક વડીલોનું સન્માન જળવાઈ રહે તે કારણોસર અલગ જ અભિગમ રાખવામાં આવ્યો છે.
24 કલાક હાજર રહેશે કેર ટેકર
આ વૃદ્ધાશ્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, વૃદ્ધાશ્રમ ના દરેક માળે અગાશી હશે. આગાસી નો ઉપયોગ વડીલો વોકિંગ માટે કરશે. આ વૃદ્ધાશ્રમમાં જે વડીલો પથારીવશ છે તેમના માટે 24 કલાક અને 365 દિવસ કેરટેકર ની ટીમ ફરજમાં હશે. આટલું જ નહીં નવનિર્મિત ભવનમાં દરેક માળે વડીલો વ્હીલચેરમાં સરળતાથી જઈ શકે તેવી સુવિધા તૈયાર કરવામાં આવશે. આ સાથે જ બિલ્ડીંગ ના દરેક ટાવરમાં ૧૦૦ રૂમો બનાવવામાં આવશે, ફક્ત રૂમ જ નહીં પરંતુ હવા-ઉજાસ, અને ગ્રીનરી જળવાઈ રહે તેનું પણ સંપૂર્ણ રીતે ખ્યાલ રાખવામાં આવશે.
જૈન સમાજના વડીલો માટે અલગ સુવિધા…
આ વૃદ્ધાશ્રમમાં જૈન સમાજના વડીલો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જૈન સમાજના વડીલો માટે અલગથી ટાવર બનાવવામાં આવશે. આ વડીલોને સાત્વિક જૈન ભોજન મળે અને કોઈ મુશ્કેલી ન પડે એ કારણોસર સાત ટાવરમાંથી એક ટાવર જૈન સમાજના વડીલો માટે જ રાખવામાં આવશે. આ ટાવરમાં ફક્ત જૈન સમાજના વડીલોને જ આશરો આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.