વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતી યુવકની હત્યા- કોલંબિયન ત્રાસવાદીઓએ અપહરણ કરી, 1 લાખ US ડૉલરની કરી હતી માંગ

Murder of Hiren Gajera in America: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’ સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. હાલ US માંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 

આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. પરંતુ ઘણી વખત આ વિદેશ જવાની ગાંડી ઘેલસા મોતના દરવાજા સુધી પણ ઢસડી જાય છે.

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વિદેશમાં વધુ એક ગુજરાતી મૃત હાલતમાં મળી આવ્યો છે. હત્યા બાદ આતંકીઓએ લાશને નદીમાં ફેંકી દીધી હતી. આ યુવક અમદાવાદના મેમનગર વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. હિરેન ગજેરા નામના યુવકનું ઇક્વાડોરથી અપહરણ થયું હતું.

અમદાવાદના હિરેન ગજેરાનું અમેરિકામાં અપહરણ કરીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હિરેન ગજેરાની ઘાતકી હત્યા બાદ ગજેરા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હિરેનનું અપહરણ કર્યા બાદ આતંકવાદીઓએ 1 લાખ યુએસ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી. વાટાઘાટો બાદ તે 20 હજાર ડોલર લેવા તૈયાર થયો હતો. આતંકવાદીઓએ એવી શરત મૂકી હતી કે હિરેન ગજેરાની પત્ની પૈસા એકલા લાવશે. આ શરત તેના પરિવારે સ્વીકારી હતી. જો કે આતંકીઓએ હિરેન ગેજરાની હત્યા કરીને તેનો મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. 2006 થી 2014 સુધી, તેઓએ અમેરિકન શહેર એમ્પાલમમાં સાગના લાકડાની નિકાસનો વ્યવસાય વિકસાવ્યો. ત્યાર બાદ તેઓ છેલ્લા 8 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. તે માર્ચ 2022 માં એક્વાડોર પાછો ફર્યો. અહીં કુએન્કા શહેરમાં એક નવું ઘર બનાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *