મુંબઈ: એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરેલી કારને ટૉ કરવામાં આવતાં એક દંપત્તિ પોલીસકર્મી પર ચીસો પાડતા અને ગાળાગાળી કરતા જોવા મળી રહ્યું છે. વીડિયોમાં કોન્સ્ટેબલ સાથે, આરોપી અમર સિંહ અને તેની પત્ની મીના દુર્વ્યવહાર કરતાં તેમજ તેને ધમકી આપતા નજરે ચડે છે.
8 જુલાઇએ આ ઘટના બની હતી. જ્યારે આરોપીએ મીરા રોડના નો-પાર્કિંગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરી હતી. ત્યારે તે વિસ્તારમાં ડ્યુટી પર રહેલા પોલીસ કોન્સ્ટેબલે કારનું વ્હીકલ લૉક કરી દીધું હતું. પોલીસને તે સમયે વિફરેલા દંપતિએ તેની વરદી ફાડી નાંખવાની ધમકી આપી હતી.
“चीर दूंगा बीच में से…!”
“वर्दी उतार फिर बताता हूँ…!”
मुंबई से सटे मीरारोड इलाके में एक व्यक्ति ने नो-पार्किंग एरिया में अपनी गाड़ी लगाई थी जिसके चलते ट्रैफिक पुलिस ने उस गाड़ी के टायर में व्हील क्लैम्प लगा दिया और फिर आगे जो हुआ वो आप खुद ही देख लीजिए। pic.twitter.com/zCwJ6lD2WY— Shivangi Thakur (@thakur_shivangi) July 9, 2021
તે સમયે પોલીસકર્મીએ કોઇ જવાબી કાર્યવાહી કરવાને બદલે સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતી. પરંતુ કોઇ ફાયદો ન થયો. વીડિયો વાયરલ થયા બાદ, દંપતિ પર ડ્યુટી પર રહેલા પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Picture abhi baaki hai pic.twitter.com/B31WJUHw4c
— Manish Bhartiya ?? (@Mahakalwale) July 9, 2021
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે આઇપીસીની સંબંધિત ધારાઓ હેઠળ ઓન-ડ્યુટી ટ્રાફિક પોલીસ સાથે દુર્વ્યવહાર કરનાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. તેને તેની ભૂલ સમજાઇ ગઈ છે અને તે વિડીયોમાં રડતો પણ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.