Ahemdabad Accident: આજે વહેલી સવારે વસ્ત્રાલ રીંગ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો છે. જેમાં મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતિની બાઇકને ટ્રક ચાલકે (Ahemdabad Accident) અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રામોલ અને આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર દંપતિ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ કાંતિભાઇ પટેલ અને દક્ષાબેન પટેલ તરીકે કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું.
અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો
અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવતાં ભારે ભીડ જામી હતી. જેના લીધે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયામાં ત્રીજીવાર અકસ્માત સર્જાયો છે. અહીં સ્પીડબ્રેકર અને બમ્પ ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા
થોડા દિવસ પહેલા પણ અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. કાર ચાલકે અકસ્માત સર્જતા એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જ્યારે ઘટનાસ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ઘટના સ્થળે પહોંચી પોલીસે કારના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App