શાહિદ-કરીનાના ગીત પર કપલનો રોમેન્ટિક ડાન્સ- વરસતા વરસાદમાં “તુમ સે હી”ને કરી નાખ્યું જીવંત

Couple dance in rain video: હાલ વરસાદની મોસમ છે અને વરસાદે અનેક શહેરોમાં તબાહી મચાવી છે. ત્યારે બીજી તરફ ઘણા લોકો આ અવસરને તક તરીકે લઈ રહ્યા છે અને વીડિયો બનાવીને ફેમસ થઈ રહ્યા છે. તાજેતરમાં એક વૃદ્ધ દંપતી સમાચારમાં હતું કે જેઓ વરસાદમાં ‘રિમ ઝિમ ગીરે સાવન’ ગીતને રિક્રિએટ કરતા જોવા મળ્યા હતા. હવે એવી જ રીતે એક યુવા કપલ વરસાદમાં લોકપ્રિય હિન્દી ગીત (Couple dance on Jab We Met song viral video) પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો (Couple dance in rain video) છે.

ટ્વિટર એકાઉન્ટ @theLostFirsbeeએ તાજેતરમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક કપલ ફિલ્મ જબ વી મેટનું તુમ સે હી દિન હોતા હૈ ગીત રીક્રિએટ કરે છે અને વરસાદમાં ડાન્સ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘જબ વી મેટ’ (Jab We Met)ના શૂટિંગ દરમિયાન કરીના અને શાહિદના સંબંધો બગડવા લાગ્યા હતા. આ પછી સૈફ અલી ખાન અને કરીના કપૂર ફિલ્મ ‘ટશન’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા અને બંનેએ વર્ષ 2012માં લગ્ન કરી લીધા. શાહિદ કપૂરે પણ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કપલ રોડની બાજુમાં ફૂટપાથ પર ઊભું છે. ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને રસ્તામાં ટ્રાફિક પણ દેખાઈ રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે કપલ એકબીજાનો હાથ પકડીને કૂદતા અને ડાન્સ કરતા જોવા મળે છે. લોકો તેમની જોડી અને તેમની કેમિસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. તેને જોઈને લાગે છે કે આ વીડિયો મુંબઈમાં બનાવવામાં આવ્યો છે પરંતુ આ વાત દાવા સાથે કહી શકાય તેમ નથી.

વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું- શું આ પ્રકારનો પ્રેમ હજુ પણ દુનિયામાં છે? એકે મજાકમાં કહ્યું- જલ્દીથી ત્યાંથી નીકળી જાવ! આ વીડિયોમાં જોવા મળેલા કપલે પણ કોમેન્ટ કરીને માહિતી આપી હતી. નિવેદિતા પાટીલ નામની યુવતીએ કમેન્ટ કરીને કહ્યું- આ વીડિયો અમારો છે, આ વીડિયોમાં હું અને મારો એક મિત્ર દેખાઈ રહ્યા છે. છોકરીએ કહ્યું કે તે કોઈ બીજાને ડેટ કરી રહી છે અને વીડિયોમાં દેખાતો છોકરો માત્ર તેનો મિત્ર છે. આ છોકરાનું નામ અખિલેશ કુમાર ગુપ્તા છે, તેણે પણ કમેન્ટ કરી કે આ તેનો વીડિયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *