સમગ્ર દેશમાં આકસ્મિક ઘટનાઓમાં દિવસે અને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આકસ્મિત ઘટનાઓમાં ઘણા લોકો પોતાનું જીવન ટૂંક આવે છે. ત્યારે આજે આવીજ એક વધુ આકસ્મિક ઘટના સામે આવી છે. આ ઘટના ગાઝિયાબાદ (Ghaziabad) માંથી સામે આવી છે. ગાઝિયાબાદમાં રહેતા એક ફેક્ટરી માલિક અને તેની પત્ની નું બાથરૂમમાં જ કરુણ નીપજ્યું છે.
બુધવારે હોળી રમ્યા બાદ બંને નહાવા માટે ગયા હતા બંનેના મૃતદેહ બાથરૂમમાં પડેલા મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસનું એવું માનવું છે કે ગેસ ગીઝરના કારણે શ્વાસ રૂંધાવાથી બંનેના મોત નીપજ્યા છે. સાથે સાથે પોલીસી જણાવ્યું કે બાથરૂમમાં વેન્ટિલેટર પણ ન હતું. સિલિન્ડર અને ગીઝર બંને બાથરૂમની અંદર જ હતા. હાલ પોલીસે બંને મૃત દેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને મોતનું સાચુ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દીપક ગોયલ (ઉંમર વર્ષ 40) તેમને પત્ની શિલ્પી ગોયલ (ઉંમર વર્ષ 36) તેમના બે સંતાનો સાથે મુરાદનગરની અગ્રસેન કોલોનીમાં રહેતા હતા. મળેલો માહિતી અનુસાર તેઓ હોળી રમ્યા બાદ સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ બાથરૂમમાં નહાવા માટે ગયા હતા. જ્યારે એક કલાક સુધી બહાર ન આવ્યા અને અંદરથી કોઈ અવાજ પણ નહોતો આવતો ત્યારે બાળકોને શંકા થઈ.
બાળકોએ બૂમ પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ બાળકોએ પડોશીઓને બોલાવ્યા અને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. પડોશીઓએ ઘરે આવીને કાચ તોડીને દરવાજો ખોલ્યો અને જોયું તો પતિ પત્ની બાથરૂમમાં બેભાન ની હાલતમાં જમીન પર પડેલા હતા. ત્યારબાદ પાડોશીઓએ તાત્કાલિક યશોદા હોસ્પિટલમાં બંનેને લઈ ગયા હતા. જ્યાં તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ સમગ્ર ઘટના વિશે મુરાદ નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે તેઓ તપાસ કરવા માટે બાથરૂમની અંદર ગયા ત્યારે તેમણે ઘૂઘડામણનો અનુભવ થયો હતો. ત્યાં યોગ્ય વેન્ટિલેટર પણ હતું નહીં તેથી તેઓને લાગી રહ્યું છે કે, ગુંગળાના કારણે બંનેના અવસાન થયા હશે. બાથરૂમમાં કોઈ શંકાસ્પદ સંશોગો પણ જોવા મળ્યા ન હતા.
માહિતી અનુસાર દીપક ગોહિલે થોડા મહિના પહેલા જ ગાઝિયાબાદમાં એક કેમિકલ ની ફેક્ટરી ખોલી હતી. જ્યારે પત્ની શિલ્પી એક ગૃહિણી હતી પરિવારમાં બે સંતાનો છે પુત્રી 14 વર્ષની છે અને પુત્ર 12 વર્ષનો છે દીપકને એક ભાઈ પણ છે જે મુરાદ નગર શહેરના મોહલ્લા બ્રહ્મા સિંહમાં રહે છે. પરિવારે જણાવ્યું કે, બંનેના મોત ગેસ ગીઝરમાંથી ગૂંગળામણના કારણે થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.