વડોદરાથી પરત ફરતી સમયે એક્સપ્રેસ પર આઇસર પાછળ કાર ઘૂસી જતાં દંપતિનું મોત, 2 બાળકનો ચમત્કારિક બચાવ

Vadodara Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં કાર આઈસર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં (Vadodara Accident) કારમાં સવાર દંપતીનું મોત નીપજ્યું છે, જ્યારે બાળકોને ઈજા પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર શાહીબાગનો રહેવાસી છે.

દંપતીનું ઘટનાસ્થળે મોત
મળતી માહિતી અનુસાર, મોડીરાત્રે 3.30 કલાક આસપાસ અમદાવાદ વડોદરા-એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ટોલ પ્લાઝાથી આશરે 500 મીટર વડોદરા તરફથી આવતી કારને અકસ્માત નડ્યો હતો.કાર ચાલક વિશાલ ગણપતલાલ જૈન (રહે. શાહીબાગ, અમદાવાદ)ની ફોરવ્હીલ (નંબર GJ 01wr 0789)ને અક્સપ્રેસ હાઈવે પર અકસ્માત નડ્યો હતો.

કાર હાઈવે પર જતી રનિંગ આઇસર નં. MH. 04.MH. 2688ના પાછળના ભાગે અથડાઈ હતી. કાર, આઇસરની પાછળ ઘૂસી જતાં કાર ચાલક તેમજ તેમની પત્ની ઉષાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે દંપતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

બંને બાળકો થયા અનાથ
અકસ્માતમાં તેમના બે બાળકોના જીવ બચી ગયા છે, બંનેની સ્થિતિ અત્યારે સારી છે. અમને આ અંગે પોલીસ તરફથી જાણ કરવામાં આવતા સબંધી સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે બંનેની અંતિમયાત્રા શાહપુર ખાતેના શાંતિવન સ્મશાનગૃહ સુધી નીકળશે.