ગુજરાત: વિદેશ જવાની ઈચ્છાઓ રાખનાર માટે લાલબત્તી સમાન કિસ્સો- લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ…

આજકાલ સૌને વિદેશમાં જવાનો જબરો ચસકો લાગ્યો છે, ત્યારે ઘણીવાર લોકો સાથે મોટી છેતરપિંડી થતી હોય છે. હાલ અમદાવાદમાં એક આંખ ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં વિઝા આપવાના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. વિઝા અને વર્ક પરમિટ આપવાના બહાને છેતરપિંડી થઈ છે, જેમાં વિદેશ મોકલવા માટે રૂપિયા 15 લાખનું કહીને 5 લાખ પડાવ્યા છે. જેની આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બંટી અને બબલી બનેએ ભેગા મળીને એક યુવકને IELTS આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અને PR અપાવવાની લાલચ આપીને 5 લાખ પડાવી લીધા હતા.

પરતું તે યુવક સજાગ થઈ ગયો અને તે આ આખી ગેમને સમજી ગયો અને તાત્કાલિક પ્રોસેસ રોકાવતા તેના 10 લાખ રૂપિયા બચી ગયા હતા.આ ઘટનામાં મળેલી માહિતી પ્રમાણે, સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ચંદ્રિકા બેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે,અને મોટો પુત્ર અપૂર્વ ઘણા વર્ષોથી કેનેડામાં રહે છે. દર્શીતભાઈ તેમના સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત પૂજા રાવલ નામની યુવતી સાથે થઈ હતી. પૂજાએ દર્શીતભાઈને જણાવતા કહ્યું હતું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં H.V. ઇમિગ્રેશન નામની ઓફિસમાં રહીને લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ એમ વિદેશમાં મોકલે છે.

દર્શીતભાઈનો ભાઈ અપૂર્વ પણ ઘણા વર્ષોથી કેનેડામાં હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી. તેમણે આગળ જણાવતા કહ્યું કે, તેઓને અંગ્રેજી ઓછુ આવડે છે તો IELTS આપ્યા વગર વિદેશ જઈને PR અને વર્ક પરમીટ મેળવી શકશે ? જેથી આ યુવતીએ તેમને હા પાડી અને તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.

5 લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવ્યા બાદ 5 લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે 5 લાખ આપવાની વાત કરી હતી. ત્યારબાદ આ મિટિંગો પણ પુજાની ઓફિસે થતી હતી. બાદમાં એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પૈસા લેવા ગઈ હતી. ત્યાંથી પૈસા મળ્યા બાદ દર્શીતભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા. પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *