હાલમાં વિજાપુર તાલુકાના લાડોલ ગામની સીમમાં દેવીપૂજક દંપતીએ તેમના નાના 2 સંતાનો સહીત 85 ફૂટ ઊંડા કૂવામાં કુદકો માર્યો હતો. લાડોલ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી દંપતી અને એક બાળકને બચાવવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. લાડોલ સીમમાં ખેતરમાં અવાવરુ કૂવામાંથી શનિવારે સાંજે 5:30 કલાકે બચાવો… બચાવોની બૂમો સંભળાતા અહીં પહોંચેલા ખેડૂતે કૂવામાં કેટલાક વ્યક્તિઓને રડતીં હાલતમાં જોઇ તાત્કાલિક ગામના આગેવાનોની સાથે લાડોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલા પીએસઆઇ જી.એ.પરમારે વિજાપુર ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 85 ફૂટ ઊંડા કૂવામાં પહેલા દોરડા વડે અને ત્યાર બાદ ખાટલાની મદદથી 2 કલાકની મહેનત બાદ કૂવામાં ઉતરેલા વ્યક્તિઓએ મહેશ દેવીપૂજક, સંગીતાબેન દેવીપૂજક તેમજ તેમના પુત્ર રિતેશને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી ઓક્સિજન સાથે સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના 5 વર્ષના બાળક હિતેશનું મૃત્યુ થયું હતું.
પતિ-પત્નીએ બે બાળકો સાથે કુવામાં પડતા ગામમાં લોકો એક સાથે ભેગા થયા હતા. મહેશ દેવીપૂજક પરિવાર સાથે સીમમાં છાપરું બાંધીને રહે છે અને અહીં મજૂરીકામે જતો હતો. પોલીસ દ્વારા લેવાનારા નિવેદનમાં સાચી હકિકત સામે આવી છે જેમાં જાણવા મળ્યું છે કે, કુટુંબીજનોના આંતરિક કલેહના કારણે આ ઘટના બની હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
5 વર્ષના બાળકનું મોત
1.હિતેશ મહેશભાઇ દેવીપૂજક- 5 વર્ષ
દંપતી સહિત 3ને બચાવાયાં
1.મહેશ ભીખાભાઇ દેવીપૂજક- 30 વર્ષ
2.સંગીતા મહેશભાઇ દેવીપૂજક- 28 વર્ષ
3.રિતેશ મહેશભાઇ દેવીપૂજક- 7 વર્ષ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle