રાજકોટમાં બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટના સ્થળે જ દંપતીનું ઉડી ગયું પ્રાણપંખીડું

માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેને લીધે અનેક માસુમોને તેમજ નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્યમાંથી ફરી એકવાર આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરની ભાગોળે માધાપર ચોકડી પાસે ટ્રિપલસવારી બાઇકને કારે અડફેટે લેતા બાઇકસવાર દંપતીનું મોત થયું હતું.

જ્યારે તેની પૌત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. જીવલેણ અકસ્માત સર્જનાર કારચાલક ફરાર થઈ ગયો હતો. રેલનગરમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતા 55 વર્ષીય દિલીપભાઇ પોપટભાઇ વાળા તેમજ તેના પત્ની હંસાબેન વાળા તથા ફક્ત 5 વર્ષીય પૌત્રી માહી પ્રશાંતભાઇ વાળા રાત્રીના 10.30 વાગ્યાની આસપાસ બાઇક પર પોતાના ઘર બાજુ જઈ રહ્યાં હતા.

આ દરમિયાન માધાપર ચોકડીનાં ઓવરબ્રિજ નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવી રહેલ કારે બાઇકને ટક્કર મારી હતી. કારે અડફેટે લેતાં વાળા પરિવારના ત્રણેય સભ્યો બાઇક પરથી રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતને કારણે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. આની સાથે જ ખુબ ગંભીર રીતે ઈજા પામેલ ત્રણેય વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘવાયેલા હંસાબેન તથા તેના પતિ દિલીપભાઇનું મોત સારવાર વખતે થયું હતું. જ્યારે માસૂમ માહીની હાલત પણ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાંની સાથે જ ગાંધીગ્રામ પોલીસ પહોંચી ગઇ હતી.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દિલીપભાઇ વાળાને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે બાલવી કૃપા નામની લોન્ડ્રીની દુકાન છે તેમજ રામાપીર ચોકડી પાસે એક મકાન છે ત્યાં કપડાં ધોવાનું કામ કરે છે. દિલીપભાઇ રાત્રે દુકાનેથી નીકળ્યા ત્યારે રામાપીર ચોકડીએ મકાને કામ કરતા તેના પત્ની તથા પૌત્રીને બાઇકમાં બેસાડીને રેલનગર જવા માટે નીકળ્યા ત્યારે કરુણાંતિકા સર્જાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *