પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરલીયા માણતા રંગેહાથ ઝડપી, બંનેના એવા હાલ કર્યા કે…

હાલ વલસાડ જીલ્લામાંથી ગેરસંબંધની એક દર્દનાક અને શરમજનક ઘટના સામે આવી છે. વલસાડ જીલ્લાના પારડીના એક ગામમાં પત્ની તેના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી ત્યારે તેના પતિએ બંનેને રંગેહાથ ઝડપી પડ્યા હતા. ત્યારબાદ પતિએ તેની પત્ની અને પ્રેમી બંનેને ઢોર માર મારીને પોલીસના હવાલે કર્યા હતા.

મળતી માહિતી મુજબ, વલસાડ જીલ્લાના પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતા પરિવારમાં પત્નીના ગેરસંબંધની જાણ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પતિ જયારે ઘરની બહાર ગયો ત્યારે પત્નીએ તેના પ્રેમીને મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન ઓઅતીને શંકા જતા તે પાછો આવ્યો અને તેણે પત્ની અને પ્રેમીને એકસાથે જોયા. તેથી તે ગુસ્સે થઈ બંનેને અર્ધનગ્ન હાલતમાં જ ઘરમાંથી બહાર લાવી એક થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો હતો. આ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જાણવા મળ્યું છે કે, પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડકોપર બારી ફળિયામાં રહેતો મુકેશભાઈ સુરેશભાઈ વચ્ચે પ્રેમસંબંધ હતો. આ બંને પ્રેમીપંખીડાએ એકબીજાને કરેલ વાયદો નિભાવવા આજે સવારે બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા. આ અંગેની જાણ પતિ મંગુભાઈ રમેશભાઈને થઈ અને તેમને આ બંન્ને પ્રેમીપંખીડાઓને રંગરેલીયા માનવતા ઝડપી લીધા હતા.

આ દરમિયાન આ બંને પ્રેમીપંખીડાઓને જોઇને મંગુભાઈ રમેશભાઈના હોંશ ઉડી ગયા હતા. તેથી ગુસ્સે ભરાયેલા મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈએ આ બંને પ્રેમીઓને પોતાના ઘરે ચીવલ દાદરી ફળિયા ખતે લાવી થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ 108 મારફતે મહિલાને નાનાપોંઢાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, પત્ની બે બાળકોની માતા છે. અને પ્રેમી પણ બે સંતાનોનો પિતા છે.  આ ઉપરાંત કડકોપર ગામે બારી ફળિયામાં રહેતા મુકેશભાઈ સુરેશભાઈના અર્ધનગ્ન હાલતના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત પત્ની અને તેના પ્રેમીને સારવાર અંગે હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *