વલસાડ નજીક દર્શનાર્થે જઈ રહેલ બાઈકચાલક દંપતી પર ST બસનું ટાયર ફરી વળતાં ઉડી ગયું પ્રાણપંખીડું 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવું રહ્યાં છે. વલસાડના RPF ગ્રાઉન્ડ નજીક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈક પર જઈ રહેલ દંપતીનું ST બસ નીચે આવી જતાં મોત નીપજયુ છે.

બાઈક સ્લિપ મારી જતાં પાછળથી આવી રહેલ બસનું પાછળનું ટાયર દંપતી પર ફરી વળ્યું છે. જેમાં તડકેશ્વર મંદિરે દર્શન કરવા માટે જઈ રહેલ દંપતીનું અવસાન થયું છે. મોટા તાઈવાડના પતિ પત્નીના ઘટનાસ્થળ પર જ મોત થતાં લોકો એકત્ર થઈ ગયાં છે.

સાંકડા માર્ગ પર અકસ્માત સર્જાયો હોવાંથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. બસચાલક અકસ્માત સર્જાયા પછી પોલીસ સામે હાજર થઈ જાય છે. હાલમાં પોલીસે સમગ્ર અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મંદિરે જતા મળ્યું મોત : 
માછીવાડ મોટા તાઈવાડના લક્ષ્મીબેન તથા ધીરૂભાઈ ટંડેલ ધરમપુર રોડ પર પોતાનું બાઈક લઈને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન RPF ગ્રાઉન્ડ નજીક બાઈક સ્લીપ મારી ગયું હતું. જેને કારણે દંપતી રોડ પર પટકાઈ ગયા હતાં. આ દરમિયાન પાછળથી આવી રહેલ બસનું ટાયર દંપતી પરથી ફરી વળતાં દંપતીનું કચડાઈ ગયાંનું બસ ચાલકને ખબર પડતાં બસ થંભાવી દીધી હતી.

પોલીસે તપાસ આદરી :
અકસ્માત સર્જાતાંની સાથે જ આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. આની સાથે જ રોડ સાંકડો હોવાને કારણે અકસ્માત સ્થળ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. આની સાથે સમગ્ર અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *