ભારતમાં ગાંડો થયો કોરોના! આઠ મહિનાનો રેકોર્ડ તોડી કેસ પહોચ્યા 3 લાખને પાર- મોતનો આંકડો હેરાન કરી દેશે

ભારત(India)માં ફરી એકવાર કોરોના(Corona)એ ફૂંફાડો માર્યો છે. દેશભરમાં કોરોનાના નવા કેસની સંખ્યા ત્રણ લાખના સ્તરને વટાવી ગઈ છે. ગુરુવારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 3,17,532 નવા કોવિડ -19 કેસ(Corona cases in India) નોંધાયા છે. અગાઉ બુધવારે 2.82 લાખ કેસ નોંધાયા હતા. સકારાત્મકતા દર એટલે કે ચેપનો દર 16 ટકાથી ઉપર ગયો છે. આ સાથે ઓમિક્રોન(Omicron) વાયરસના નવા વેરિયન્ટના કેસ પણ 9 હજારને પાર કરી ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 491 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 4,87,693 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીજી તરફ, ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 9,287 થઈ ગયા છે. ગઈકાલની સરખામણીએ તેમાં 3.63 ટકાનો વધારો નોંધાયો છે. નવા કેસોમાં વધારા સાથે, કોરોનાના સક્રિય કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં દેશમાં 19,24,051 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. સક્રિય કેસ વધીને કુલ કેસના 5.03 ટકા થયા છે. રિકવરી રેટ 93.69 ટકા છે.

એક દિવસ દરમિયાન એટલે કે 24 કલાક દરમિયાન 2,23,990 દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે જ્યારે અત્યાર સુધીમાં 3,58,07,029 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. દૈનિક ચેપ દર વધીને 16.41 ટકા થયો છે જ્યારે સાપ્તાહિક ચેપ દર વધીને 16.06 ટકા થયો છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાનની વાત કરીએ તો, અત્યાર સુધીમાં લોકોને રસીના 159.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 70.93 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 19,35,180 ટેસ્ટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *