લારીએ પાણીપુરી ખાનારા સાવધાન! એક સાથે 97 બાળકોને હોસ્પિટલમાં કરાયા દાખલ- જાણો સમગ્ર મામલો

દેશમાં પાણીપુરી(Panipuri) ટેસ્ટને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો અવારનવાર લારીઓ પર ઉભા રહીને શેરી-ચોરા પર પાણીપુરી ખાતા જોવા મળે છે. પરંતુ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મંડલા(Mandala)…

દેશમાં પાણીપુરી(Panipuri) ટેસ્ટને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો અવારનવાર લારીઓ પર ઉભા રહીને શેરી-ચોરા પર પાણીપુરી ખાતા જોવા મળે છે. પરંતુ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મંડલા(Mandala) જિલ્લાના સિંગરપુર(Singarpur) ગ્રામ પંચાયતના હાટ બજારમાં પાણીપુરી ખાવાનું બાળકોને ભારી પડી ગયું છે.

પાણીપુરી ખાધા બાદ આ બાળકોની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મંડલા જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. કે.આર. શાક્યએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે જિલ્લા હોસ્પિટલમાં એક પછી એક 97 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. આ બાળકોએ હાટ બજારમાંથી પાણી-પુરી ખાધી હતી, ત્યારબાદ તેમની તબિયત બગડી હતી.

ડૉક્ટરે કહ્યું કે બાળકો હવે ખતરાથી બહાર છે અને તબીબી દેખરેખ હેઠળ છે. પોલીસે પાણીપુરી વેચતા લારીવાળાની અટકાયત કરી છે અને ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

પાણીપુરી ખાધા પછી બાળકો પેટમાં દુખાવો ઉપડ્યો અને થઇ ઉલ્ટી:
બધા બીમાર બાળકોએ એક જ લારી પરથી પાણીપુરી ખાધી હતી. શનિવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં આ બાળકોને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો અને ઉલ્ટી થવા લાગી હતી. આ પછી એક પછી એક બાળકોને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે બીમાર બાળકોની સંખ્યા વધવા લાગી તો તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

જણાવી દઈએ કે, સિંગરપુર ગ્રામ પંચાયત જિલ્લા મુખ્યાલયથી લગભગ 38 કિલોમીટર દૂર છે. આવી સ્થિતિમાં બાળકોના જીવને કોઈ ખતરો નથી તે માટે જનતા આભાર માની રહી છે. આ રીતે મોટી દુર્ઘટના ટળી હતી.

કેન્દ્રીય મંત્રી બાળકોની સંભાળ લેવા પહોંચ્યા:
આ મામલાની જાણ થતાં, કેન્દ્રીય મંત્રી અને મંડલાના સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તે શનિવારે રાત્રે પીડિતોને મળ્યા અને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી. આ મામલો સામે આવ્યા બાદ બધા કહેતા જોવા મળ્યા કે પાણીપુરી ખાતા પહેલા દુકાનદાર અને તેને વેચવાની રીત તપાસો. ઘણી વખત પાણીપુરી વેચતી વખતે દુકાનદારો સ્વચ્છતાનું બિલકુલ ધ્યાન રાખતા નથી જેના કારણે જનજીવન પ્રભાવિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *