હાલ ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન બિહારના બક્સર જિલ્લામાં ગંગા નદીમાં તરતી ઘણી લાશો જોવા મળતા હડકંપ મચી જવા પામ્યો છે. આ લાશો ફુલેલી અને સડેલી છે. આ ભયાનક નજારો ભારતમાં કોવિડ સંકટ કેટલું ખતરનાક તે બતાવવા માટે પુરતું છે. જાણવા મળ્યું છે કે, બિહાર અને ઉત્તર પ્રદેશને અડીને આવેલ ચૌસા શહેરના ગંગા તટ પર લગભગ ઘણ બધી લાશો જોવા મળી હતી.
મળતી મહિતી મુજબ, સવારમાં લોકોને ગંગા તટ પર ખતરનાક અને ડરાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રશાસનનું માનવું છે કે, આ લાશો ઉત્તર પ્રદેશ તરફથી પાણીના પ્રવાહમાં વહીને આવી છે. આ લાશો કોરોના દર્દીઓની છે. પ્રશાસનનો અંદાજ છે કે, પરિવારજનોને આ લાશ દફન કરવા માટે કોઇ સ્થાન મળ્યું નહીં હોવાથી તેમણે ગંગામાં પધરાવી દીધા હશે.
અધિકારી અશોક કુમારે ચૌસા જિલ્લાના મહાદેવ ઘાટ પર કહ્યું કે, પાણીમાં લગભગ એકસાથે 40-45 લાશો તરતી જોવા મળી હતી. આ ઉપરાંત સૂત્રોનો દાવો છે કે, અહીં 100ની આસપાસ લાશો હોઈ શકે છે. બીજા અધિકારી કહે છે કે, ઉપાધ્યાયના મતે આ ફુલેલી લાશોને જોવા પછી એવું લાગે છે કે આ લગભગ પાંચથી છ દિવસથી પાણીમાં જ હશે. અમારે તેની તપાસ કરવી પડશે કે, આ ઉત્તર પ્રદેશના કયા શહેરમાંથી આવી છે.
શહેરમાં આ લાશો મળી આવ્યા પછી હડકંપની સ્થિતિ જોવા મળી છે. તેમને આશંકા છે કે, આ લાશો અને દુષિત થયેલા નદીના પાણીના કારણે સંક્રમણના ફેલાય શકે છે. ગામના નરેન્દ્ર કુમારે કહ્યું હતું કે, લોકોને સંક્રમણની બીક છે. આ લાશોને દફનાવવી પડશે. આ દરમિયાન એક અધિકારી આવ્યા હતા અને તેમણે કહ્યું કે, આ લાશોને સાફ કરી દો, 500 રૂપિયા આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.