માતાજીને ધજા ચઢાવી ઘરે પરત ફરી રહેલા પરિવારને નડ્યો ગંભીર અકસ્માત- એકસાથે થયા આટલા મોત

આજકાલ અકસ્માતના કેસોમાં ઘણો વધરો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કડીનાં ચડાસણા પાટિયા પાસે લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કર વાગતા રિક્ષા પલટી ગઇ હતી. આ અકસ્માતમાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય 4 લોકો ઘાયલ છે. નંદાસણ પોલીસ દ્વારા લકઝરી ચાલકને ઝડપી પાડીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં રહેતો પરિવાર પોતાના વતન ચાણસ્માના રૂપપુર ગામે માતાજીને ધજા ચઢાવવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે મહેસાણા-અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ખાતાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાળકો સહિત 4ને ઈજા થઇ હતી. હાલ ઇજાગ્રસ્તોને કલોલની હોસ્પિટલમાં સારવાર અંગે લઇ જવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ માટે નંદાસણ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના સાબરમતી સ્થિત ગણેશનગર ખાતે રહેતા રૂપપુરના વતની રાવળ શંભુભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સાથે સોમવારે રિક્ષામાં રૂપપુર ખાતે માતાજીની ધજા ચઢાવીને પરત ફરી રહ્યાં હતા. તેઓ પરત પોતાના ઘરે અમદાવાદ આવી રહ્યાં હતા. આ દરમિયાન સાંજે નંદાસણથી આગળ છત્રાલ તરફ જતા રોડ પર ચડાસણા પાટિયા નજીક સામેથી આવતી લકઝરી બસે રિક્ષાને ટક્કર મારતાં રીક્ષા રોડની બાજુમાં ચોકડીમાં પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત 4ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. જોકે, નંદાસણ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચતા પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *