હાલ રાજ્યમાં રખડતાં ઢોરોનો આતંક(Cow attacked a small girl) દિવસે દિવસે ખુબ વધી રહ્યો છે. આવા ઘણા વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં રસ્તા પર ચાલતા લોકો પર ગાયો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ફરી એકવાર આવો વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક ગાયે સ્કૂલેથી આવતી નાની બાળકી પર હુમલો કર્યો છે. આ ગાયે બાળકી પર ખૂબ જ ખરાબ રીતે હુમલો કર્યો, જેને જોઈને તમે પણ ડરી જશો. ઘણી મહેનત પછી તે છોકરીને ગાયના ચુંગાલમાંથી બચાવમાં આવી. આ સમગ્ર વિડિયો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિફરેલી ગાયે નાની બાળકીને લીધી અડફેટે(Cow attacked a small girl)
ઘણીવાર તમે બે ગાયોને રસ્તા પર લડતી જોઈ હશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા નાના બાળકનો હાથ પકડીને ચાલી રહી છે. તે જ સમયે તેની આગળ એક નાની બાળકી જઈ રહી છે, જેના પર ગાયે હુમલો કર્યો. વાસ્તવમાં રસ્તા પર ઉભેલી આ ગાય બાળકીને પોતાના શિંગડા વડે ઉપાડે છે અને જમીન પર પટકે છે. આ પછી, ગાય તે છોકરીને તેના પગથી કચડવા લાગે છે. વીડિયોમાં ગાય બાળકીને તેના આગળ અને પાછળના પગથી ખતરનાક રીતે કચડી રહી છે. આ દરમિયાન ત્યાં બીજી ગાય ઉભી છે, તે પણ નાની છોકરી પર હુમલો કરે છે.
View this post on Instagram
શિંગડે ચડાવીને બાળકી પર કર્યો વાર
ગાય બાળક પર ખૂબ જ ખરાબ રીતે હુમલો કરતી રહે છે, ક્યારેક તેના શિંગડા વડે તો, ક્યારેક પગ વડે… આ દરમિયાન ત્યાં કેટલાક લોકો એકઠા થઈ ગયા, પરંતુ કોઈની હિંમત નથી કે તે ગાયની નજીક જઈને બાળકીને ત્યાંથી લઈ આવે. આ દરમિયાન લોકો ગાય પર ઈંટો અને પથ્થર ફેંકે છે જેથી ગાય ત્યાંથી જતી રહે, પરંતુ તેની પણ ગાય પર કોઈ અસર થતી નથી.
ગાય સતત બાળકીને તેના શિંગડા વડે જમીન પર પટકારી રહી છે અને બાળકીને તેના માથા વડે કચડવાનો પ્રયાસ કરે છે. એટલા માટે કેટલાક લોકો હિંમત બતાવે છે અને ગાયની નજીક આવે છે અને નજીકથી પથ્થર ફેંકવાનું શરૂ કરે છે. જે બાદ ગાય બાળકીને છોડીને ત્યાંથી જવા લાગે છે.
ત્યારે જ એક વ્યક્તિ ત્યાં જમીન પર પડેલી છોકરીને ઉપાડવાની કોશિશ કરે છે અને ગાય ફરી આવીને બાળકીને તેના શિંગડા અને પગથી કચડવા લાગે છે. આ દરમિયાન બહાદુરી બતાવતા એક વ્યક્તિએ ગાયને લાકડી વડે માર મારીને ત્યાંથી ભગાડી દીધી. જોકે, સારી વાત એ છે કે છોકરીને વધારે વાગ્યું નથી. તે જાતે જ ઊભી રહી શક્તિ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube