Cow attack on woman in Jamnagar: જામનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાને ટક્કર લીધાની ઘટના સામે આવી છે. એક મહિલા પોતાના બાળકને લઇને ટ્યુશનમાં મુકવા જઈ રહી હતી. ત્યારે એકાએક દોડીને આવેલી ગાયે મહિલાને શિંગડે ચડાવી દીધી હતી. ત્યારે અન્ય મહિલાઓ જે વિસ્તારમાં રહેતા હતા તેને બાળકીને બચાવી લીધો હતી અને મહિલાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના થોડી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
જામનગર શહેરમાં 46 ડિગ્રી પ્લોટ અંદર સુભાષ પરા શેરી નંબર એકમાં રહેતા વિજયાબેન ચિરાગભાઈ શેઠીયા તે સોમવારના સાંજે ડિગ્રી પ્લોટ શેરી નંબર 51-52 ખડપીઠ પાસે નીકળ્યા અને પોતાના બાળકને ટ્યુશન ક્લાસમાં મુકવા જતા હતા. ત્યારે વિસ્તારમાં રખડતા ઢોરે અત્યંત કુર રીતે હુમલો કરી વિજયાબેન ને ખુદી નાખતા લોહી લુહાણ થઈ ગયા હતા અને ગંભીર રીતે ગવાયા હતા ત્યારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ ગંભીર હાલત હોવાથી તેમને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા જ ભાવનગરમાંથી આવી જ એક ઘટના સામે આવી હતી. અધેવાડા પાસે ઢોરએ એક મહિલાને હડફેટે લીધા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, ભાવનગર શહેરના ગાયત્રીનગર સામે રહેતા કાજલબેન પંકજભાઈ શિયાળ અને તેનો પરીવાર બાઈક લઈ તા.11/04/2023 ના રોજ ભડી ગામે ધાર્મિક પ્રસંગે જઈ ભાવનગર આવતી વેળા એ અઘેવાડા પાસે ખોડીયાર માતાજીના મંદિર નજીક આખલાઓની જંગ જામી હતી, જ્યારે સાઈડ માં ઉભા રહેલ દંપતિ તથા તેની બાળકી ઉપર આખલા પડ્યા હતા અને મહીલાને માંથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.