રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે તૈયાર થઇ ભવિષ્ય ભાખતી સિસ્ટમ, આ શહેરમાં મુકાયું CPET મશીન

રાજકોટ (Rajkot):  ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટએટેક (Heart attack) ને કારણે અનેક લોકોના મોતના અહેવાલોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં…

રાજકોટ (Rajkot):  ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટએટેક (Heart attack) ને કારણે અનેક લોકોના મોતના અહેવાલોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો આવી સ્થિતમાં હાર્ટએટેકની ખબર અગાઉથી જ પડી જાય તો જીવ બચાવી શકાય છે.

આ સંદર્ભે રાજકોટ AIIMS માંથી એક ખુબજ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ શહેરમાં AIIMS હાર્ટ એટેકનું ભવિષ્ય ભાખતું એક CPET મશીન મુકવામાં આવ્યું છે. અનુમાન છે કે, હાર્ટએટેકની ઘટનાઓમાં થતા વધારામાં આ મશીન આવનારા સમયમાં ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે.

આ આધુનિક મશીન સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મુકાયું છે. આ મશીનમાં ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષીય યુવાનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે CPET મશીનમાં ફેંફસા અને હૃદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે થશે.આ ટેસ્ટથી યુવા વયે છુપા રોગની માહિતી સરળતાથી મળી શકશે.

હાર્ટએટેકનું ભવિષ્ય જોતી એક સિસ્ટમ અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ જેમ્સ મિને તૈયાર કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેસ્ડ ઈવેલ્યુએશન સિસ્ટમ જેમ્સ મિને બનાવી છે. આ સિસ્ટમ માં શરીરની અંદર જવાની જરૂર પડતી નથી. આ સિસ્ટમ નવી છે, શરીરની બહાર રહીને નસોમા જમા થનાર પ્લાકને પામીને હાર્ટએટેકનો ખતરો છે કે નહીં તેના વિષે જાણકારી આપી દેશે.

હૃદયરોગના પ્રારંભિક લક્ષણો પણ આ સિસ્ટમની મદદથી જાણી શકાય છે. હાર્ટએટેક  ધમનીઓની દિવાલો પર ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય તત્ત્વો જમા થવાના કારણે આવે છે. ત્યાર બાદ ડોક્ટર અથવા નિષ્ણાત દર્દીની સારવાર માટે તે પ્રમાણે આયોજન કરી શકે છે. આ સિસ્ટમનું લગભગ 84 % જેટલું સાચું પરિણામ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *