છોકરી-મહિલાને જોતા જ એવી હરકત કરે છે આ શખ્સ, વિડીયો જોઈ મગજનો બાટલો ફાટી જશે

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક અલગ-અલગ તસ્વીરો અને વિડીયો વાયરલ થતા હોય છે. બિહારના જમુઈ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.…

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક અલગ-અલગ તસ્વીરો અને વિડીયો વાયરલ થતા હોય છે. બિહારના જમુઈ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બદમાશ મહિલાને બળજબરીથી કિસ કરી રહ્યો છે. વીડિયોમાં દેખાતા બદમાશની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ ઘટના સોમવારને 13 માર્ચ, 2023ની છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળેલી માહિતી અનુસાર પીડિતા 2015થી જમુઈની સદર હોસ્પિટલમાં કામ કરી રહી છે. ઘટનાના દિવસે તે હોસ્પિટલના ખુલ્લા કેમ્પસમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યો આરોપી દીવાલ કૂદીને હોસ્પિટલમાં દાખલ થયો હતો.

અહીં પહોંચીને તેણે પીડિતાને બળજબરીથી કિસ કરવાનું શરૂ કર્યું. આ અચાનક કૃત્યથી પીડિતા ચોંકી ગઈ હતી અને પોતાને છોડાવવાનો પ્રયાસ કરવા લાગી હતી. જ્યારે મહિલાએ બુમો પાડી ત્યારે બદમાશ દિવાલ કૂદીને ભાગી ગયો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આરોપીએ લાલ શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું હતું. પીડિતાએ પોતે કેમેરા સામે આવીને સમગ્ર ઘટના જણાવી. મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે તેણે બુમો પાડી ત્યારે હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવવા લાગ્યો ત્યારે બદમાશ ભાગી ગયો.

આગળની કાર્યવાહીને વહીવટીતંત્રની જવાબદારી ગણાવતા, પીડિતાએ એફઆઈઆર નોંધવાની માહિતી આપી. હોસ્પિટલની દીવાલ ઘણી ઓછી હોવાની માહિતી આપતા પીડિતાએ તે જગ્યાને મહિલાઓ માટે અસુરક્ષિત ગણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહિલાએ હોસ્પિટલની સીમમાં કાંટાળા તારની વાડ લગાવવાની માંગ કરી છે.  બીજી તરફ આ મામલામાં જમુઈના પોલીસ અધિકારી SDPO ડૉ. રાકેશ કુમારનું કહેવું છે કે FIR નોંધ્યા બાદ CCTV ફૂટેજના આધારે અજાણ્યા બદમાશની શોધ કરવામાં આવી રહી છે. જો કે, પોલીસ અધિકારીએ મહિલાઓની અસુરક્ષાના આરોપોને નકારી કાઢ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *