ભાવનગરમાં નર્મદા કેનાલમાં ગાબડું- 24 કલાક બાદ પણ તંત્ર મરામત માટે ન આવ્યું

વિપક્ષના પ્રવક્તા મનહર પટેલે ફેસબુકમાં ફોટો અને વિડીયો શેર કર્યા છે, મનહર પહેલે જણાવતા કહ્યું હતું કે, “નમઁદાની કેનાલ તુટવી એ આ રાજય સરકારમા નવુ નથી. ૩૮૦ થી વધુ વાર નમઁદા કેનાલો તુટી છે. અને ખેડુતોની જમીનો ધોવાય છે આ ધોવાય જતી જમીનથી નુકશાનના કારણે ખેડુતો રાતાપાણીએ રડે છે. છતા પણ નબળી કેનાલ બનાવવાનો સિલસીલો ચાલુ છે.

નમઁદામાં ૧૫ દિવસમા પાટીયા લગાવીને ઢોલ ટીપનારાઓને વર્ષમાં ખબર હતી જ કે માઇનોર, સબ માઇનોરના નિમાઁણ વગર ખેડુતોને પાણી મળવાનુ નથી પરંતુ આ કેનાલો જે ૫ વર્ષમાં બનાવી તેમા રાજય સરકાર અને કોંન્ટ્રાકટરોએ મળીને  બનાવેલ નબળી કેનાલોના પાપે આજે કૃત્રિમ પાણીની અતિવૃષ્ટીનો ભોગ ખેડુત બની રહ્યા છે.

કેનાલ તુટવાનો કિસ્સો વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામમાં લીંમડી બ્રાન્ચ કેનાલ માથી ઈટાળીયા એલ.ડી.18 માં મોટુ ગાબડું પડયુ છે. ૨૪ કલાક થયા પરંતુ તંત્રની લાપરવાહી જોવો હજુ સુધી મરામત કરવાના એકશનમાં આવ્યા નથી. #GovtOfGujarat #NarmadaNigam ના સતાધિશોએ આંખ,કાન કે મગજ કોંન્ટ્રેકટરોને ભાડે ન આપેલ હોય તો ત્વરીત આ અંગે ઘટતી કાયઁવાહી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *