ગણેશ ઉત્સવમાં ગણપતિદાદા માટે જરૂર બનાવો ડ્રાયફુટ મોદક, માત્ર પાંચ મિનિટમાં બની જશે

ગણેશોત્સવનો તહેવાર રાજ્યભરમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. ગણેશજીને મોદક પ્રિય પ્રસાદ છે.…

ગણેશોત્સવનો તહેવાર રાજ્યભરમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને રોજ અલગ-અલગ પ્રકારની પ્રસાદી ધરાવવામાં આવે છે. ગણેશજીને મોદક પ્રિય પ્રસાદ છે. ત્યારે તમે અલગ-અલગ પ્રકારના મોદકનો ભોગ તેમને ધરાવી શકો છો. આજે અમે તમને ડ્રાયફ્રૂટ મોદક બનાવવાની રીત શીખવીશું.

ડ્રાયફુટ મોદક બનાવવાની સામગ્રી
15 નંગ બદામ,8 નંગ ખારેક,1/2 કપ સૂકા નારિયેળની છીણ,20 નંગ કાજુ,2 ચમચી સૂકી દ્રાક્ષ,1 ટે. સ્પૂન ઘી

ડ્રાયફુટ મોદક બનાવવાની રીત
સૌ પ્રથમ તમે એક મિક્સર જાર લો. તેમાં કાજુ અને બદામ લઈને તેને ક્રશ કરી લો. તેમાં સૂકા નારિયેળનું છીણ, દ્રાક્ષ અને ઠળીયા કાઢેલી ખજૂર પણ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.એ મિશ્રણમાં ઘી તેલમાં ઉમેરીને ફરીથી ગ્રાઈન્ડ કરી લો. અને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો કે જ્યાં સુધી તેનું મિશ્રણ કણક જેવું ન થઈ જાય.

જો તમને મિશ્રણ પરથી લાગે કે મોદક નહીં વળે તો 1 ટી સ્પૂન જેટલું પાણી પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને પ્લેટમાં લઈ લો.મોદક બનાવવાનો મોલ્ડ લો. તેને ઘીથી ગ્રીસ કરી લો. હવે બનાવેલા મિશ્રણમાંથી બોલ્સ વાળીને તે મોલ્ડમાં મૂકી દો. આ રીતે તેનો શેપ મોદક જેવો થઈ જશે. આ રીતે મિશ્રણમાંથી બધા મોદક તૈયાર કરી લો. તો ભગવાન ગણેશના પ્રિય પ્રસાદી ડ્રાયફ્રૂટ મોદક તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *