હવે આર્યુવેદિક IPL રમાશે- બાબા રામદેવ પણ IPLની સ્પોન્સરશીપ ખરીદવા મેદાને ઉતર્યા

મુખ્ય પ્રાયોજક વિવો આઈપીએલની 13 મી સીઝનથી ખસી ગયા બાદ બીસીસીઆઈ નવા પ્રાયોજકની શોધમાં છે. સમાચાર અનુસાર યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આઈપીએલ 2020 ના…

મુખ્ય પ્રાયોજક વિવો આઈપીએલની 13 મી સીઝનથી ખસી ગયા બાદ બીસીસીઆઈ નવા પ્રાયોજકની શોધમાં છે. સમાચાર અનુસાર યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આઈપીએલ 2020 ના પ્રાયોજક માટે બોલી લગાવી શકે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સ અનુસાર, પતંજલિના પ્રવક્તા એસ.કે.તીજારીવાળા એ કહ્યું કે, અમે પતંજલિને વૈશ્વીક બ્રાન્ડ બનાવવા માગીએ છીએ અને આ જ કારણે અમે આઈપીએલની સ્પોન્સરશિપ વિશે વિચાર કરી રહ્યા છીએ.

પતંજલિને મોટો ફાયદો થશે
જોકે, બજારના નિષ્ણાંતો માને છે કે પતંજલિ વૈશ્વિક બ્રાન્ડ નથી. જો તે આઈપીએલનો ટાઇટલ સ્પોન્સર બનશે તો તેનો ફાયદો ચોક્કસ થશે પરંતુ આઈપીએલને કોઈ ફાયદો થશે નહીં. વિવોની વિદાય બાદ જિયો, એમેઝોન, ટાટા ગ્રુપ, ડ્રીમ 11 અને બાયજુ જેવી કંપનીઓએ આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપમાં રસ દાખવ્યો હતો. બીસીસીઆઈ આઈપીએલ -13 ના નવા પ્રાયોજક માટેની સંપૂર્ણ પારદર્શિતા અને પ્રક્રિયાને અનુસરશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આઇટીબીને હટાવશે. પ્રાયોજકોની પસંદગી માટે ટેન્ડર પ્રક્રિયાને અનુસરવામાં આવશે, કેમ કે બોર્ડ પારદર્શિતા ઇચ્છે છે. હરાજીના વિજેતાની યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાનારી આઈપીએલની 13 મી સીઝનના પ્રાયોજક તરીકે નિમણૂક કરવામાં આવશે.

બીસીસીઆઈને વિવો પાસેથી 440 કરોડ મળવાના હતા
વિવોએ ભારત-ચીન સરહદ વિવાદ બાદ ચીની ચીજોના બહિષ્કારની વધતી માંગ વચ્ચે ગત સપ્તાહે બીસીસીઆઇ સાથે કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. 2017 માં, વિવો ઇન્ડિયાએ 2199 કરોડ રૂપિયામાં આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ હસ્તગત કર્યા. કરાર મુજબ, કંપનીએ દર સીઝનમાં બીસીસીઆઈને આશરે 440 કરોડ રૂપિયા ચુકવવા પડતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *