Nagpur Police raids cricket bookie: આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે,લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાં ના મરે. તેવી જ ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર,મહારાષ્ટ્રના ગોંદિયામાં સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ(Nagpur Police raids cricket bookie) એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બુકીના ઘરે રેડ કરી તો…
અને જયારે ફરિયાદી જયારે ફરિયાદ કરી ત્યારે નાગપુર પોલીસે કાકા ચોક ખાતે આરોપીના ઘરે દરોડો પાડ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ.પોલીસને 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ, લગભગ 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળી આવી છે જેને જપ્ત કરવામાં આવી છે. પોલીસના દરોડા પહેલા જ આરોપી ભાગી ગયો હોઇ હાલ તપાસ ચાલુ છે.
ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બનાવનાર કથિત ‘બુકી’ અનંત ઉર્ફે સોન્ટુ નવરતન જૈન નાગપુરથી 160 કિમી દૂર ગોંદિયા શહેરમાં રહેતો હોવાની શંકા છે. જ્યારે પોલીસે જૈનના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે તેના એક દિવસ પહેલા જ દુબઈ ભાગી ગયો હતો. જોકે તેણે એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
શું કહ્યું નાગપુરના પોલીસ કમિશ્નરે ?
નાગપુરના પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું છે કે, જૈને ફરિયાદી વેપારીને ઓનલાઈન જુગારમાંથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. પ્રારંભિક ખચકાટ પછી વેપારી જૈનના રફિયાનો શિકાર બન્યો અને હવાલા એજન્ટ દ્વારા 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.
Maharashtra | A Gondia-based international cricket bookie lured a businessman to invest in doctored betting apps and then duped him to the tune of over Rs 58 crores. Nagpur Police raided his residence at Kaka Chowk and seized more than Rs 17 crores in cash, gold weighing around 4… pic.twitter.com/xr3dTTMPM0
— ANI (@ANI) July 23, 2023
જૈને વેપારીને ઓનલાઈન જુગાર ખાતું ખોલવા માટે વોટ્સએપ પર એક લિંક આપી હતી. ઉદ્યોગપતિએ ખાતામાં 8 લાખ રૂપિયા જમા કરાવ્યા અને જુગાર રમવાનું શરૂ કર્યું. શરૂઆતની સફળતા પછી, ઉદ્યોગપતિને આંચકો લાગવા માંડ્યો કારણ કે તેણે માત્ર રૂ. 5 કરોડ જીત્યા હતા પરંતુ રૂ. 58 કરોડ ગુમાવ્યા હતા.
વેપારીને શંકા ગઈ અને પછી….
આ તરફ ભારે નુકશાન થતા વેપારીને શંકા થઈ કારણ કે તે મોટાભાગે ખોટમાં હતો અને તેણે તેના પૈસા પાછા માંગ્યા પરંતુ જૈને ના પાડી. જેને લઈ વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવ્યો. પોલીસે ગોંદિયામાં જૈનના ઘરે રેડ પડી હતી.
દુબઈ ભાગી ગયો આરોપી, ઘરેથી 17 કરોડ મળ્યા
આ રેડ દરમિયાન આરોપી બુકીના ઘરેથી રૂપિયા 17 કરોડ રોકડા, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદીના રૂપમાં સોનાના બિસ્કિટ અને જ્વેલરી પણ મળી આવી હતી. જોકે બુકી જૈન પોલીસને ચકમો આપી ગયો હતો. તે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. અધિકારીએ જણાવ્યું છે કે, જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત હજુ નક્કી કરવાની બાકી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube