વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીને મળ્યું ધ્રુજાવી દેતું મોત, અમદાવાદના 19 વર્ષીય વિદ્યાર્થીનું કાર એક્સિડન્ટમાં મોત

Versil Patel died in Canada: વધુ એક ભારતીય યુવકનું કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે અકસ્માતમાં મોત થયું છે. 19 વર્ષીય યુવક વર્સિલ પટેલનું કાર…

Versil Patel died in Canada: વધુ એક ભારતીય યુવકનું કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે અકસ્માતમાં મોત થયું છે. 19 વર્ષીય યુવક વર્સિલ પટેલનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ અકસ્માતનો ભોગ બન્યો છે. વર્સિલની બોડી ભારત લાવવા માટે 30 હજાર ડોલર જેટલો ખર્ચ આવે એમ છે. તેથી તેના મિત્રએ ત્યાં ભેગા થઈ એક ક્રાઉડ ફંડિગ શરૂ કર્યું છે. તેમાં અત્યાર સુધીમાં 21,000 ડોલર એકઠા થઈ ગયા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે. વર્સિલના(Versil Patel died in Canada) મિત્રોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.અને લોકોને વિનંતી કરે છે કે લોકો ઉદાર હાથે દાન કરે, જેથી વર્સિલનાં પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. પોલીસે આ કેસમાં એક કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે.

રાજન પટેલ નામના મિત્રે gofundme નામની વેબસાઈટ પર લખ્યું છે કે વર્ષિલના પરિવારને થોડું દાન આપશો તો તેને ઘણો ટેકો મળશે. વર્સિલ બેરી ખાતે 21 જુલાઈ 2023ના રોજ રાતે 10.15 વાગ્યે એક રોડ અકસ્નોમાતનો ભોગ બન્યો હતો. તેના મૃતદેહને ભારત લઈ જવામાં 30,000 ડોલર જેટલો ખર્ચ આવી શકે છે. આ માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું પછી અત્યાર સુધીમાં 21,177 કેનેડિયન એકઠા થઈ ગયા છે અને આશરે 9000 ડોલરની હજુ જરૂર છે.

વર્સિલનું મૃત્યુ કઈ રીતે થયું
રાજન પટેલે જણાવ્યા પ્રમાણે વર્સિલ બેરી ખાતે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. તેના કારણે તેને ગંભીર ઈજાઓ પણ થઈ હતી જે તેના મૃત્યુનું કારણ બની હતી. કેનેડાના ઓન્ટારિયો ખાતે બેરી શહેરના લોકલ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે 21 જુલાઈએ રાતે 10.15 વાગ્યે એક કારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાના અનુસંધાને એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે રાતે આશરે 10.15 વાગ્યે બેરીના બિગ બે પોઈન્ટ રોડ અને લેગોટ એવેન્યુ વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેમાં એક સ્ટુડન્ટનો ભોગ લેવાયો છે. ઈમર્જન્સી સર્વિસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ વર્ષિલનું ત્યાં જ મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ કરતા નજીકના એક પ્લાઝા પાસેથી કાર પકડાઈ હતી. પોલીસે કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસે લગભગ ચાર કલાક સુધી તપાસ કરવા માટે રોડ પણ બંધ કર્યો હતો જે સવારે 4 વાગ્યા પછી ચાલુ કરી દેવાયો હતો. કેનેડાના બેરી નજીક સ્ટુડન્ટને અકસ્માત થયો હોય તેવી હાલમાં આ બીજી ઘટના છે. થોડા મહિના અગાઉ બાંગ્લાદેશના એક સ્ટુડન્ટનું પણ રોડ પર અકસ્માતમાં મ્રત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *