હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી ઇન્ડિયન ક્રિકેટ ટીમને ખતમ કરી નાખવાની ધમકી મળી છે. આ કારણે પ્રવાસે ગયેલી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલ જીઓ ટીવી ના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમને ખતમ કરવાની ધમકી નો ઈમેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે આવ્યો હતો. પીસીબીએ બીસીસીઆઈને જાણ કરી હતી. ત્યારબાદ ભારતીય બોર્ડે ગૃહ મંત્રાલયને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તેના સાવચેતીના પગલે તેની ઇન્ડિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને પણ આ ઘટના વિશે જાણ કરી દેવામાં આવી છે. વિન્ડીઝ બોર્ડે દરેક સંભવ દિલાસો આપ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્ડિયાના મેનેજર સુનિલ સુબ્રમણ્યમ એ બધા ખેલાડીઓને આવી છે જાણ કરી છે અને ખેલાડીઓને સાવધાન રહેવા માટે સૂચના આપી છે. ખેલાડીઓને પણ ક્યાય બહાર ન જવા સૂચના પણ આપવામાં આવી છે. વિન્ડીઝ એ કહ્યું છે કે હવે ખેલાડીઓ સાથે સુરક્ષા માટે એસ્કોર્ટ ગાડી પણ રહેશે.
આ ઘટનાને લઇને એક ઈમેલ સામે આવ્યા પછી ત્રણ દિવસની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વિન્ડીઝ બોર્ડ સિવાય ખેલાડીઓ સાથે અલગથી મીટીંગ કરવામાં આવી હતી. હાલ ભારતીય ટીમ એન્ટીગા મા છે. જ્યાં તે ૨૨ ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ પ્રથમ વાર ટેસ્ટ રમશે જેમાં જર્સી પર નામ અને નંબર જોવા મળશે.