સુરતના નવનિયુક્ત પોલીસ કમિશનર અજય તોમરના આદેશથી પોલીસ અધિકારીઓ તેમજ સીબીઆઈના અધિકારીઓ દરરોજ પેટ્રોલીંગ કરતા હોય છે. તેમાં આજરોજ પેટ્રોલિંગ કરતી વખતે પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે એક વ્યક્તિ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી તે હથિયાર ને કોઈક ને આપવા માટે લસકાણા ડાયમંડ નગર, અરુણ મેડિકલ પાસે કોઈને આપવાનો છે.
આ આરોપી રૂઘા રામ ભવરલાલ મૂળ રાજસ્થાનનો રહેવાસી તેને ઝડપી પાડી કાયદેસરની દેશી બનાવટની એક પિસ્તોલ તથા ૩ નંગ ગોળીઓ અને મોબાઈલ ફોન મળીને કુલ કિંમત રૂ 1300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તેમજ આ 11 જેને આપવાનું હતું એવા મોહમ્મદ ઇસ્લામ અન્સારીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ ગેરકાયદેસર ના હથિયાર રાખવા અંગે કાયદેસરની કાર્યવાહી કરી આર્મ એક્ટ કલમ 25 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઝડપાયેલ ગુનેગાર અગાઉ પણ એકાદ વર્ષ પહેલાં બિકાનેર, વ્યાસ કોલોની પોલીસ સ્ટેશન ખાતે બોલેરોની ચોરીમાં પકડાયો હતો. આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews