આ કારણે ગુજરાતને આ વર્ષે 10 હજાર કરોડનું નુકશાન થશે: નીતિન પટેલ

Fear of financial crisis in Gujarat due to Corona

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કારણે રાજ્ય સરકારનો આરોગ્યલક્ષી ખર્ચ વધી ગયો છે તો વળી બીજી બાજુ આવક સંપૂર્ણ પણે બંધ થઇ ચુકી છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર નાણાકીય કટોકટી દૂર કરવા અને સાથે-સાથે આવક શરૂ કરવા વિચારણા કરી રહી છે.

રાજ્ય સરકાર કોરોના પાછળ રોજના એક કરોડનો ખર્ચ કરી રહી છે, તે જોતા છેલ્લા બે મહિનામાં ગુજરાતની તિજોરી ઉપર 10 હજાર કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે, ત્યારે ગુજરાતનું બજેટ સરભર કરવા કેન્દ્ર પાસે પેકેજ માંગવા અને હાલ બીજા વિભાગના બજેટમાં કાપ મૂકીને કોરોનાને રોકવા માટે ઉપયોગ કરવાની મથામણ નાણાં વિભાગે શરૂ કરી છે.

નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાને કારણે ગુજરાતમાં આર્થિક કટોકટીનો ભય છે. રાજ્યસરકારને કોરોનાથી 10,000 કરોડનું નુકશાન થયું છે. ગુજરાતનું બજેટ સરભર કરવા કેન્દ્ર પાસે પેકેજ માંગવા અને હાલ બીજા વિભાગના બજેટમાં કાપ મૂકી કોરોનાને ડામવા માટે ઉપયોગ કરવાની મથામણ નાણાં વિભાગે શરૂ કરી છે.

ગુજરાતના 2020–21ના બજેટનું કદ 2.17 લાખ કરોડ રૂપિયા છે. આ બજેટમાંથી સરકારે કૃષિ વિભાગ માટે બજેટમાંથી 7,423 કરોડની જોગવાઇ કરી હતી, જેમાં કોઇ કાપ મૂકી શકાય તેમ નથી. જળસંપત્તિના કામો માટે 7,220 કરોડની અને શિક્ષણ માટે 31,995 કરોડની સૌથી વધુ જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે આરોગ્યલક્ષી કામો માટે સરકારે પહેલીવાર 11,243 કરોડની જોગવાઇ કરી છે. પરંતુ આ જોગવાઇ સામે કોરોના સંક્રમણને હરાવવા તમામ રૂપિયાનો ખર્ચ કરવો શક્ય નહીં બને કારણ કે રાજ્ય સરકારને અન્ય આરોગ્યલક્ષી યોજનાઓમાં પણ આખા વર્ષ દરમ્યાન આ રકમ ખર્ચ કરવી પડે તેમ હોય છે.

હાલમાં સરકાર મહિલા અને બાળવિકાસ,આદિજાતિ વિકાસ, પાણી પુરવઠા, સામાજિક ન્યાય, પંચાયત, શહેરી વિકાસ, બંદર, ઉદ્યોગ કે બીજા અન્ય વિભાગોમાં કાપ મૂકી શકે તેમ છે કે કેમ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. સરકારના 25થી 27 વિભાગો પૈકી કયા વિભાગના બજેટમાં કાપ મૂકી શકાય તેમ છે તેની ચર્ચા નાણા વિભાગના અધિકારીઓએ જે તે વિભાગોના વડા સાથે શરૂ કરી છે. કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારને આર્થિક મદદની જરિયાત છે. બીજી તરફ ટેકસની આવક ઘટતી જાય છે.

મળતી માહિતી અનુસાર, જો આગામી મહિનામાં પણ કોરોના સંક્રમણ હશે તો સરકારને આરોગ્ય સુવિધાઓ માટે વધારાના આર્થિક ફંડની જરૂરિયાત પડશે. જુલાઇના અંત સુધીમાં રાજ્ય સરકારને કરવેરામાંથી 13થી 15 હજાર કરોડનો મોટો ફટકો પડે તેમ છે તેથી સરકારને રૂપિયા બહારથી વ્યાજે લેવાની ફરજ પડી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: