Ahemdabad Drugs News: રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો (Ahemdabad Drugs News) દરિયો આર્શિવાદ બન્યો છે.
આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ પેડલરોએ એવી તરકીબ અપનાવી હતી કે તમે જોઇને ચોંકી જોશો.
બે આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદમાં ડ્રગ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે, અમદાવાદ ડ્રગ્સ પેડલરોનું મોટું નેટવર્ક પથરાયેલું છે. દરરોજ લાખો-કરોડોનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનોઆરોપી ફરાર થઇ ગયો હતો.
ડ્રગ્સ માફિયાએ અપનાવી નવી ટ્રીક
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઇને ભલભલા અચંબિત થઇ જાય. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો ઘટનાસ્થળે હાજર સ્ટાફ અચંબામાં મુકાઇ ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App