ગુજરાતમાં અગામી પાંચ દિવસ કમોસમી વરસાદનું સંકટ: આજે આ શહેરોમાં ત્રાટકશે ધોધમાર વરસાદ

Weather Forcast In Gujarat: હવામાન વિભાગે આવનાર પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી (Weather Forcast In Gujarat) કરવામાં આવી રહી છે.

12 મે નાં રોજ મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ અનુસાર તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

તા. 13 મે નાં રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
તારીખ 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
તારીખ 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.