હાલમાં રમતગમતનાં જગતમાં ફૂટબોલમાં રોનાલ્ડો ઘણું નામ કમાઈ ચુક્યો છે. દુનિયાનાં મહાન ફૂટબોલર્સમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોર્ટુગલનાં સ્ટાર રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘીદાટ કાર બુગાટી લા વોઇતુર નોઇરની પણ ખરીદી કરી લીધી છે.
રોનાલ્ડો એ ફક્ત ફૂટબોલ માટે જ નહીં પણ પોતાની ઘણી કારનાં કલેક્શન માટે પણ પ્રખ્યાત છે. રોનાલ્ડોની પાસે દુનિયાની સૌથી ટોચની કારનું કલેક્શન રહેલું છે તેમજ એમાં વધુ એક કારનો પણ હાલમાં ઉમેરો થયો છે. આ નવી કાર માટે રોનાલ્ડોએ કુલ 75 કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે.
રોનાલ્ડોએ પોતાની આ નવી કારની નંબર પ્લેટ પણ ઝ્રઇ૭ લખાવ્યું છે. અહીં રસપ્રદ બાબત તો એ છે, કે પોતાનાં વૈભવી બંગલામાં રોનાલ્ડોએ તેની તમામ કારને માટે વિશેષ પાર્કિંગ પણ બનાવડાવ્યું છે. જેમાં અંદાજે કુલ 264 કરોડ રૂપિયાની જુદી-જુદી કાર રહેલી છે.
જે કાર રોનાલ્ડોએ હાલમાં જ લીધી છે એ કાર બનાવતી કંપનીએ તે કારનાં ફક્ત કુલ 10 જ મોડેલ તૈયાર કરેલા છે. એટલે કે, કુલ 10 માંથી 1 કાર તો રોનાલ્ડોની જ છે. bugatti la voiture noire ની ખરીદી કરવાં માટે અંદાજે કુલ 8.5 મિલિયન યુરો એટલે કે લગભગ કુલ 75 કરોડ રૂપિયા ચુકવવા પડયાં છે.
માત્ર 35 વર્ષીય રોનાલ્ડોએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પણ આ કાર સાથેનો તેનો એક ફોટો પણ તેણે શેર કર્યો છે. આ પોસ્ટની સાથે જ એણે પોતાનાં ચાહકોને પણ માહિતી આપી છે. રોનાલ્ડોની bugatti la voiture noire કાર એ કુલ 380 km/h ની સ્પીડથી દોડે છે.
માત્ર 2.4 સેકન્ડમાં જ કારની ગતિ કુલ 60 km/h સુધી પહોંચી પણ જાય છે. જો કે, આ કારની માટે રોનાલ્ડોએ વર્ષ 2021 સુધી રાહ પણ જોવી પડશે. હાલમાં તો આ કારની ડિલિવરી પણ તેને મળી નથી. રોનાલ્ડોની આ નવી કાર ‘બુગાટી લા વોઇતુર નોઇર’ એ કાર નથી પરંતુ જાણે ઝંઝાવાત હોય એવી છે.
રોનાલ્ડોની પાસે બુગાટી વેરોન ગ્રાન્ડ સ્પોર્ટ, ફરારી 599 GTO, લેર્મ્બોિગની એવેન્ટેડોર, મેક્લેરેન MP-4 12 C જેવી ઘણીબધી કાર છે, જેની કુલ કિંમત 264 કરોડ રૂપિયા જેટલી છે.જે રીતે રોનાલ્ડોની પાસે માત્ર કારનું જ ક્લેક્શન રહેલું છે, એવી જ રીતે કેપ્ટન કુલ તરીકે પ્રખ્યાત ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન ધોનીની પાસે પણ આવું જ બાઈકનું ક્લેક્શન પણ રહેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP