આગ્રા (Agra)ના પિનાહટ વિસ્તાર (Pinahat area)ને અડીને આવેલી મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની સરહદ પર ચંબલ નદી (Chambal river)માં એક ભયાનક ઘટના બની છે. નદીમાં પાણી લેવા ગયેલા 12 વર્ષના છોકરા પર મગરે(Crocodile) હુમલો કર્યો અને તેને તેના જડબાથી ખેંચી ગયો. ઘાટ પર લાકડીઓ લઈને ગ્રામજનો પહોચ્યા હતા. આ પછી તેણે બાળકને છોડી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે છોકરાનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
અનિલ નદીમાંથી પાણી લેવા ગયો હતો:
મોરેના જિલ્લાના થાના મહુઆના ઉસૈથ ગામમાં રવિવારે સાંજે આવેલા વાવાઝોડાને કારણે વીજળી જતી રહી હતી. જેના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી. તેથી ગામના છોટેલાલનો 12 વર્ષનો પુત્ર અનિલ સોમવારે સવારે અન્ય એક છોકરા સાથે ચંબલ નદીમાંથી પાણી લેવા ગયો હતો. અનિલ નદીમાંથી પાણી લઈ રહ્યો હતો ત્યારે મગરે તેનો પગ પકડી લીધો હતો. આ જોઈને સાથે આવેલો બીજો છોકરો ચીસો પાડવા લાગ્યો.
ઇંટો માર્યા બાદ મગર ચાલ્યો ગયો:
ઘટનાની જાણ થતાં પિનાહત અને ઉસાઇથના ગ્રામજનો ઘાટ પર પહોંચી ગયા હતા. ગ્રામજનો દ્વારા ઈંટો અને પથ્થરો માર્યા બાદ મગર છોકરાને છોડીને ભાગી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં મગરે તેનું ગળું પકડી લીધું હતું. ગ્રામજનો અનિલને સલામત સ્થળે લઈ આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
નદીમાં બે કલાક મગર રખડતો હતો:
ગામલોકોએ જણાવ્યું કે, મગર લગભગ બે કલાક સુધી છોકરાને પોતાના જડબામાં પકડીને નદીમાં ફરતો રહ્યો, જેના કારણે તેનું મોત થયું. માહિતી મળતા મહુઆ પોલીસ સ્ટેશનએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે ભૂતકાળમાં પણ ચંબલ નદીમાં મગરના હુમલાની ઘટનાઓ બની છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. સાથે જ મૃતક બાળકના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.