‘ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા’; ચૂંટણી ટાણે વધુ એક નોટોનો પહાડ- જુઓ વિડીયો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન પહેલા આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં પોલીસે એક ટેમ્પોમાંથી 7 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ટેમ્પોમાં મોટી માત્રામાં રોકડ હોવાની માહિતી ત્યારે સામે આવી જ્યારે ટેમ્પો એક ટ્રક સાથે અથડાતા રોડની(Lok Sabha Elections 2024) વચ્ચે પલટી ખાઈ ગયો હતો. અકસ્માત બાદ લોકો રસ્તા પર નોટોના ઢગલા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

ટેમ્પો પલ્ટી જતા 7 કરોડ વેરવિખેર
વિજયવાડાથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહેલી ટેમ્પો એક ટ્રક સાથે અથડાઈને રસ્તાની વચ્ચે પલટી મારી ગયો હતો. નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં બનેલી આ દુર્ઘટના બાદ ટેમ્પોમાં છુપાવેલા નોટોના બંડલ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. સાત કાર્ટનમાં સાત કરોડ રૂપિયા રાખવામાં આવ્યા હતા. નોટોના બંડલ જોઈને સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

ઈન્કમ ટેક્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી
જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ટેમ્પો અને તેમાં રાખેલા સાત કરોડ રૂપિયા જપ્ત કરીને પોલીસ સ્ટેશન લઇ ગયા. અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ અંગે ચૂંટણી આવકવેરા વિભાગને જાણ કરી છે. માહિતી મળ્યા બાદ ચૂંટણી પંચ અને ઈન્કમ ટેક્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી.

લોકો નોટોનો પહાડ જોઈને દંગ રહી ગયા
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં મની પાવરના ઉપયોગને લઈને ચૂંટણી પંચ ખૂબ જ કડક છે. પંચની સૂચના પર ફ્લાઈંગ સ્કવોડની ટીમ દેશભરમાં સતત કાર્યવાહી કરી રહી છે. 9 મેના રોજ પણ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે આંધ્ર પ્રદેશના NTR જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક ટેમ્પોમાંથી સાત કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી. ફ્લાઈંગ સ્કવોડ ટીમના સભ્યો નોટોનો પહાડ જોઈને દંગ રહી ગયા હતા.