10 પાસ માટે સરકારી નોકરીની સુવર્ણતક… એકસાથે 9,212 ખાલી જગ્યાઓમાં ભરતી- જાણો કેવી રીતે કરશો આવેદન

CRPF Constable Recruitment 2023 @crpf.gov.in: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) ની જગ્યાઓની મેગા ભરતી ડ્રાઈવ માટે આજે 27 માર્ચે ઓનલાઈન નોંધણી કમ અરજી પ્રક્રિયા શરૂ કરશે. CRPF ભરતી પોર્ટલ crpf.gov.in/recruitment પર આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે.

આટલી બધી જગ્યાઓ પર થશે ભરતી 
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 (ટેકનિકલ અને ટ્રેડ્સમેન) માટે કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 9,212 છે. આ ભરતી અભિયાનમાં સ્ત્રી અને પુરૂષ બંને ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે, CRPF પ્રથમ તબક્કામાં 01 થી 13 જુલાઈ, 2023 દરમિયાન કમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજશે. પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 20 જૂને જારી કરવામાં આવશે.

પસંદગીની પ્રક્રિયા 
લેખિત કસોટી પછી, પસંદ કરાયેલ ઉમેદવારોએ શારીરિક ધોરણ કસોટી (PST), શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), ટ્રેડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન રાઉન્ડ માટે હાજર રહેવું પડશે. ઉમેદવારો સૂચનામાં તેની વિગતવાર માહિતી ચકાસી શકે છે.

કોણ કરી શકે છે અરજી?
કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવાર ઓછામાં ઓછું મેટ્રિક પાસ હોવું આવશ્યક છે. આ સિવાય ડ્રાઈવરની પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ છે, જ્યારે અન્ય પોસ્ટ માટે તે 18 થી 23 વર્ષ છે. જનરલ, EWS અને OBC કેટેગરીના પુરૂષ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા માટેની અરજી ફી રૂ.100 છે. SC/ST ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *