આજે 70 હજાર યુવાનોને PM મોદી આપશે સરકારી નોકરીની ભેટ, જાણો કેટલો પગાર મળશે

PM Modi give Govt jobs to 70000 youth: આજે સવારે સેકંડો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, પીએમ મોદી આજે એટલે કે મંગળવારે…

PM Modi give Govt jobs to 70000 youth: આજે સવારે સેકંડો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, પીએમ મોદી આજે એટલે કે મંગળવારે લગભગ 70 હજાર (Govt jobs to 70000 youth) નવી ભરતી કરનારાઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. PMO (Prime Minister’s Office) પાસેથી આ માહિતી મળી આવી છે. આ પ્રસંગે તેઓ લોકોને સંબોધિત પણ કરશે. એક નિવેદનમાં, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી 13 જૂને સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા લગભગ 70 હજાર એપોઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કરશે. નિવેદન અનુસાર, સરકારની ‘રોજગાર મેળા’ પહેલ હેઠળ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે.

રોજગાર મેળાનું આયોજન

મંગળવારે આખા દેશભરમાં 43 સ્થળોએ જોબ મેળાનું આયોજન કરવામાં આવશે. આ પહેલ હેઠળ, કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી કરવામાં આવી રહી છે. રોજગાર મેળા હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવી રહી છે. નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલયમાં નવી ભરતી કરવામાં આવી છે.

લાખો યુવાનોને સરકારી નોકરી

આ ઉપરાંત મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, અણુ ઊર્જા વિભાગ, રેલવે મંત્રાલય, ઑડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, ગૃહ મંત્રાલય સહિત અનેક વિભાગોમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે. જણાવી દઈએ કે 22 ઓક્ટોબર, 2022ના રોજ પીએમ મોદીએ રોજગાર મેળાના પ્રથમ તબક્કામાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું અભિયાન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં અનેક તબક્કામાં લાખો યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘રોજગાર મેળો’ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. રોજગાર મેળાથી યુવાનોને તેમના સશક્તિકરણ અને દેશના વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ ટેકો પૂરી પાડવાની અપેક્ષા છે. નવા નિયુક્ત કર્મચારીઓને પણ iGOT કર્મયોગી પોર્ટલ પર પોતાને તાલીમ આપવાની તક મળી રહી છે. અહીં 400 થી વધુ ઈ-લર્નિંગ કોર્સ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *