હાલ ભારતની રાજધાની દિલ્લીમાં ભડકેલી ભયંકર હિંસામાં અત્યાર સુધી ઘણા લોકોના જીવ ગયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ છે. દિલ્હી સરકાર તરફથી ઘાયલોને દરેક પ્રકારની સુવિધા આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ હિંસામાં સળગતી ગાડીઓ, તોડફોડ અને પત્થરબાજીના ફોટા વચ્ચે અમુક એવા ફોટા પણ સામે આવ્યા છે જેને જોઈને તમારી છાતી ગર્વથી પહોળી થઈ જશે. અમે વાત કરી રહ્યા છે સીઆરપીએફ(CRPF)ના જવનોની જે મંગળવારે મોડી રાતે જીટીબી હોસ્પિટલમાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા.
દિલ્હીની આ હિંસામાં ઘાયલ થયેલા લોકોને લોહી ખૂટે નહિ એ વિચારીને સીઆરપીએફ(CRPF) ના 50 જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા જેમાંથી 34 જવાનોએ તેનું બ્લડ ડોનેટ કર્યુ, બાકી બચેલા 16 જવાનોને હોસ્પિટલ પ્રશાસન જરૂર પડવા પર બોલાવવાનુ આશ્વાસન આપીને પાછા મોકલી દીધા. આ અદ્ભુત માહિતી ખુદ જીટીબી હોસ્પિટલે આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને હોસ્પિટલ પ્રશાસને બધા જવાનોનો આભાર માનતા કહ્યુ કે અમારી હોસ્પિટલમાં આમ તો લોહીની કમી નથી પરંતુ હિંસામાં ઘાયલ લોકોને લોહીની કમી ન થાય એટલા માટે સીઆરપીએફના જવાનોએ રક્તદાન કર્યુ છે, જેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
देश का खून, देश के नाम:
More than 1500 personnel of #CAPF donated blood in the mega blood donation drive organised by @aiims_newdelhi today. pic.twitter.com/ZCdYD96uhc— ??CRPF?? (@crpfindia) February 27, 2020
50 નોજાવન સૈનિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમનો માત્ર ઉદેશ્ય એજ હતો કે આ હિંસામાં ઘાયલ થયેલા લોકોને લોકોની કમી ન થાય. એમ દિનાકરન જ્યારે આ વિશે સીઆરપીએફ(CRPF)ના પ્રવકતા એમ દિનાકરને કહ્યુ કે ઘાયલોનો ઈલાજ જીટીબી હોસ્પિટલમાં થઈ રહ્યો છે. એ માહિતી મળતા અમારા જવાનોએ લોહી આપવાનો નિર્ણય કર્યો. 50 જવાન હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ ત્યાં 34 જવાનોનુ જ લોહી લેવામાં આવ્યુ. અમારા જવાન રક્તદાન માટે હંમેશા તૈયાર રહે છે. લોહીની કમીના કારણે કોઈનો જીવ ન જવો જોઈએ, એ વિચારીને કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.