પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો. તેના કારણે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પણ 74.40 રૂપિયા પ્રતિ લીટર આવી ગયો. તેમજ ડીઝલ 71.62 પ્રતિ લિટર વેચાવા લાગ્યું. સતત ચાર દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 2.14 રૂપિયા મોંઘુ થઈ ગયું તો ડીઝલનો ભાવ 2.23 રૂપિયા વધી ગયો.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમતો બુધવારે વધી ક્રમશઃ 73.40 રૂપિયા, 75.36 રૂપિયા, 80.40 રૂપિયા અને 77.43 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા. તેમજ ડીઝલના ભાવ પણ ચાર મહાનગરોમાં વધી ક્રમશઃ 71.62 રૂપિયા, 67.73 રૂપિયા, 70.35 રૂપિયા અને 70.13 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો.
મંગળવારે કેટલી વધી હતી કિંમતો
દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નાઇમાં મંગળવારે પેટ્રોલના ભાવમાં ક્રમશઃ 54 પૈસા, 63 પૈસા, 52 પૈસા અને 48 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો હતો. તેમજ ડીઝલની કિંમતોમાં ચાર મહાનગરોમાં ક્રમશઃ 58 પૈસા, 62 પૈસા, 55 પૈસા અને 49 પૈસા મોંઘું થયું હતું. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની રોજના આધારે સમીક્ષા નથી થઈ રહી. હવે લગભગ ૮૦ દિવસો બાદ ફરી એક વખત દૈનિક મૂલ્ય સંશોધન શરૂ થયું છે. આ સમીક્ષા બાદ સતત ચાર દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
કાચા તેલમાં આવશે તેજી
તેમજ જો કાચા તેલની વાત કરીએ તો તેમાં ઉતાર-ચઢાવ યથાવત્ છે. પરંતુ તેલના ભાવમાં આગળ વધારો થવાની સંભાવના રહેલી છે. હકીકતમાં દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં આર્થિક ગતિવિધિઓ પાટા પર પાછી ફરવા ને લીધે તેની માંગમાં વધારો થવાની સંભાવના છે જેનાથી કિંમતોમાં સપોર્ટ મળશે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતાં કારોબારી અઠવાડિયામાં તેજી આવી શકે છે. દેખીતી વાત છે કે તેનો ભાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર પણ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news