મોંઘી દવાઓ થી નહીં પણ રડવાથી ઘટશે વજન, જાણો કેટલા વાગે રડશો તો થશે લાભ

જો તમને નાની-નાની વાતો પર રડવું આવી જતું હોય તો આ બાબતે શરમાવાની જરૂર નથી. જી હા, તમારી આદત તમારી શરમ ને નહી- પરંતુ તમારી ફિટનેસ બનાવી રાખવા માટે તમારી મદદ કરશે. આ સાંભળીને ચોંકી ગયા ને? પરંતુ આ સત્ય છે કે હા હાલમાં જ એક રિસર્ચ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રડવાથી તમારું સ્વાસ્થ્ય અને વજન કંટ્રોલમાં રહેશે. આવો જાણીએ શું છે આ રિસર્ચ.

વજનને લઈને કરવામાં આવેલા આ શોધ સંશોધન ને ‘એશિયાવન’ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ શોધમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભાવુક થઈને રડે છે, ત્યારે તેના શરીરમાંથી કોર્ટીસોલ નું સ્તર વધી જાય છે. જેને કારણે શરીરમાંથી વિષાક્ત તત્વો બહાર નીકળે છે અને વ્યક્તિનું મેદસ્વીપણું ઓછું કરે છે. જીવ રસાયણ વિજ્ઞાની વિલિયમ ફ્રાય એ પણ વજન ઓછું કરવા માટે કરવામાં આવેલા દાવાને સિદ્ધાંતિક સમર્થન આપ્યું છે.

આ શોધમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ રડે છે ત્યારે તેના શરીરમાંથી તમામ ચરબી બહાર નીકળી જાય છે. આવું એટલા માટે થાય છે કે સ્ટ્રેસ વધવાને કારણે ઉત્પન્ન થયેલા હાર્મોન્સ રડવાના કારણ શરીર બહાર નીકળી જાય છે. જોકે આ શોધમાં એ વસ્તુ સ્પષ્ટ કહેવામાં આવી છે કે, જો તમે વગર કારણે રડશો તો તમારા શરીરમાં રહેલી એક્સ્ટ્રા ચરબી ઓછી નહીં થાય. ચરબી ઓછી કરવા માટે તમારે સાચી ભાવના સાથે રડવું પડશે.

આ શોધનો સંશોધન કહે છે કે સાંજે ૭ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ના સમયમાં હોવાથી હાર્મોન્સ અને ચરબી પર પરિણામ વધુ આપે છે અને આ જ સમયે વજન ઓછું કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે.

આમ તો રડવાનું કોઈ ને પસંદ હોતું નથી પરંતુ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો હાથમાં ટીશ્યુ પેપર કે રૂમાલ લઈ લો અને કોઈ ઈમોશનલ મૂવી જોઇને રડવા લાગો અને વજન ઓછું કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *