મહિલાએ પાલીના બીજેપી નેતા વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી છે. મહિલાનો આરોપ છે કે બીજેપીનો એક નેતા તેના ઘરે આવ્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામલો પાલીના રાની પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલા બીજેપી નેતાને સતત મારતી જોવા મળી રહી છે. નગ્ન હાલતમાં નેતાજી ચીસો પાડી રહ્યા છે. વિડીયોમાં તે રડતા અને હાથ જોડી માફી માંગતા જોવા મળે છે અને મહિલા તેને માર મારી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ તેને હનીટ્રેપમાં ફસાવવા માટે આરોપી નેતાના પક્ષમાંથી એક ષડયંત્ર કહેવામાં આવી રહ્યું છે.
રાણીના એસએચઓ મહેન્દ્ર સિંહે જણાવ્યું કે, મહિલાનો આરોપ છે કે ઈન્દ્રવાડા ગામના રહેવાસી બીજેપી બિજોવા મંડળના મહામંત્રી મોહનલાલ (45) એ તેનો મોબાઈલ પર સંપર્ક કર્યો. ત્યાર બાદ સતત વાત કરતી વખતે તેણે ફોન પર અશ્લીલ વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન ગુરુવારે રાત્રે 11 વાગ્યાના સુમારે ભાજપના નેતા તેના ઘરે આવ્યા હતા અને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યો હતો. આ દરમિયાન તેના પરિચિતો ઘરે આવ્યા હતા.
વીડિયોમાં ભાજપ નેતા રડતા અને માફી માગતા જોવા મળ્યા
વીડિયોમાં મહિલા બીજેપી નેતાને સતત મારતી જોવા મળી રહી છે. ભાજપ નેતા હાથ જોડીને રડે છે, વારંવાર માફી માંગે છે. વિડિયો બનાવતી વખતે આસપાસમાંથી અન્ય લોકોનો અવાજ પણ આવી રહ્યો છે. મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ શાંતિ ભંગ બદલ ભાજપના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હવે દુષ્કર્મ કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ભાજપના નેતાએ આપ્યું રાજીનામું…
કેસ નોંધાયા પછી, જ્યાં સુધી તેમની નિર્દોષતા સાબિત ન થાય ત્યાં સુધી ભાજપના નેતાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપ મંડલ પ્રમુખ હરિકૃષ્ણ ચૌધરીને સોંપવામાં આવેલા રાજીનામા પત્રમાં તેમણે જમીન માફિયાઓ સાથે સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે તેને એક કાવતરું ઘડીને છોકરીના ઘરે બોલાવવામાં આવ્યો હતો. જે બાદ જમીન માફિયાઓએ મને માર માર્યો અને મારા કપડા ઉતારી દીધા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.