કેદારનાથ પાસે થયો ભયંકર હિમપ્રપાત, LIVE દ્રશ્યો જોઇને ચોંકી ઉઠશો

ઉત્તરાખંડના કેદારનાથ (Kedarnath, Uttarakhand) પાસે ગ્લેશિયર (Glacier) સરકવાની ઘટના સામે આવી છે. જોકે, ગ્લેશિયર સરકવાને કારણે કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. ત્યારે આ અંગે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે પણ જણાવ્યું હતું કે આજે સવારે હિમાલય વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો, પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી.

કેદારનાથ મંદિર પાસે બરફનો પહાડ સરકતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોત જોતામાં બરફનો પહાડ સંપૂર્ણ રીતે ધરાશાયી થતો જોવા મળે છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

છેલ્લા દિવસોમાં ભૂસ્ખલન થયું હતું…
જણાવી દઈએ કે કેદાર ઘાટીમાં વરસાદની પ્રક્રિયા ચાલુ છે. 21 સપ્ટેમ્બરે કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. જોકે, સદ્દનસીબે ત્યાંથી પસાર થતા વાહનો ડુંગરના કાટમાળ નીચે આવ્યા ન હતા. વરસાદના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ રહી છે. બુધવારે સાંજે કેદારનાથ હાઇવે પર ફાટા પાસે પહાડી પરથી એક મોટો ભૂસ્ખલન થયો હતો. ટેકરી પરથી હાઇવે પર કેટલાય ટન કાટમાળ અને પથ્થરો પડ્યા હતા.

ડુંગર પરથી પડતો કાટમાળ જોઈને વાહનોના ચાલકો થંભી ગયા હતા. પેસેન્જર બસને થોડું નુકસાન થયું હતું. વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કલાકો સુધી મુસાફરોને જામમાં અટવાવું પડ્યું હતું. છેલ્લા દિવસોથી અવિરત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *