Cucumber farming: ઘણી વખત આપણા મનમાં એવો સવાલ થાય કે એવો કયો બિઝનેસ કરીએ જેમાં રોકાણ ઓછુ હોય અને નફો વધારે હોય. તો ચાલો આજે તમને આવોજ એક બિઝનેસ બતાવીએ.. કાકડીનો પાક તમને થોડા મહિનામાં લાખો રૂપિયાનો નફો (Cucumber farming) અપાવી શકે છે. તમે તેમાં ઓછું રોકાણ કરીને વધું નફો મેળવી શકો છો.
કાકડીની ખેતી માટે શું જરૂરી છે?
તમે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. એટલે કે જો તમે ઈચ્છો તો તમે તેને રેતાળ જમીન, કાળી માટી, ચીકણું માટી, કાંપવાળી જમીન કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકો છો. જો કે લોમ અને રેતાળ લોમ જમીન આ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કેટલા દિવસમાં પાક તૈયાર થાય?
આ પાક 60 થી 80 દિવસમાં તૈયાર થઇ જાય છે. હાલ ખીરા કાકડીની ડિમાન્ડ શહેર અને ગામડામાં મોટા પ્રમાણમાં છે. ખીરા વિના સલાડ અધૂરું માનવામાં આવે છે. ઉનાળામાં ખીરાની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે. ખીરા કાકડીની ખેતી કરવા માટે જમીનનો PH 5.5થી 6.8 હોવો જોઈએ. ખીરાને નદી કે તળાવના કિનારે પણ ઉગાડી શકાય છે.
ખેતરને આ રીતે તૈયાર કરવું
સૌ પ્રથમ તેના ખેતરને તૈયાર કરવામાં ખેડાણની કાળજી લેવી જરૂરી છે. આ માટે તમારે પ્રથમ ખેડાણ માટી ઉલટાવતા હળ વડે કરવું જોઈએ અને દેશી હળ વડે 2-3 ખેડાણ કરવું જોઈએ. આ પછી, 2-3 વાર સમાર લગાવીને જમીનને નરમ અને સમતલ કરવી જોઈએ. આ ઉપરાંત છેલ્લા ખેડાણમાં 200થી 250 ક્વિન્ટલ સડેલું છાણનું ખાતર ભેળવીને ક્યારા બનાવવા જોઈએ.
કાકડીની જાતો
પુસા સંયોગ, પુસા બરખા, સ્વર્ણ પૂર્ણિમા, પુસા ઉદય, પૂના કાકડી, સ્વર્ણ અગેતી, પંજાબ સિલેકશન, કાકડી 90, કલ્યાણપુર હરા ખીરા, કાકડી 75, પીસીયુએચ-1, પુસા ઉદય, સ્વર્ણ પૂર્ણા અને સ્વર્ણ શીતલ તેની સારી જાતો ગણવામાં આવે છે. પુસા સંયોગ હાઈબ્રીડ જાત છે, જે 50 દિવસમાં તૈયાર થાય છે. જેની ઉપજ પ્રતિ હેક્ટર 200 ક્વિન્ટલ સુધી થઇ શકે છે. જ્યારે પુસા બરખા ખરીફ સીઝનની વેરાઈટી છે. તેની સરેરાશ ઉપજ 300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App