Fig Cultivation: ભારતમાં અંજીરનું વાવેતર લગભગ 400 હેક્ટર જેટલું છે જેમાંથી મોટા ભાગનો વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો છે જ્યારે બેંગ્લોરની (Fig Cultivation) આજુબાજુ અને ઉત્તર ભારત પંજાબ, બિહારમાં પણ થાય છે. ગુજરાતમાં જૂનાગઢ, ખેડા, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં છુટા છવાયા આ ખેતી થાય છે.
જમીન
અંજીરનું વાવેતર નિતારવાળી જમીનમાં કરવાથી સારો ફાલ મળે છે. તેને મધ્યમ કાળી અને ગોરાડુ જમીન માફક આવે છે. અંજીરના છોડ ક્ષાર સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આથી થોડી ક્ષારીય જમીનમાં પણ તે સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. ડે જમીનમાં અળસિયા અથવા બીજા જીવ હોય ત્યાં અંજીરની ખેતી યોગ્ય રીતે નથી થઈ શકતી.
આબોહવા
અંજીરનો વિકાસ 15.5 સે.થી 21 સે. જેટલું ઉષ્ણાતાપમાન હોય તેવા વાતાવરણમાં સારો થાય છે. આ સમશીતોષ્ણ કટિબંધનું ફળ છે. દ્રાક્ષની જેમ માર્ચ-એપ્રિલમાં આવતા ફળને મીઠા બહાર કહે છે જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં આવતા ફળને ખટ્ટા બહાર તરીકે ઓળખવામાં આવે છે. મીઠા બહાર ફળની ક્વોલિટિ વધુ સારી હોય છે. જ્યારે ખટ્ટા બહારના ફળનો ઉપયોગ જેલી અને જામ બનાવવામાં થાય છે.
વાવણી
4.5 મીટરના અંચરે 60 સેમી બાય 60 સેમી બાય 60 સેમી માપના ખાડા મે માસમાં કરી 15 દિવસ તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે 20 કિગ્રા છાણિયું ખાતર અને 250 ગ્રામ દિવેલાનો ખોળ ખાડા દીઠ ભેળવીને ખાડા પૂરવા. ખાડાના તળિયે 50 ગ્રામ 10 ટકા B.H.C પાવડર મૂકવો.
રોપણી
અંજીરની રોપણી ખાસ કરીને જુલાઈ-ઓગષ્ટમાં કરવામાં આવે છે. અંજીરનું વાવેતર કટકા કમલ, હવાની દાબ કલમ અથવા ગુટી કલમની પધ્ધતિથી કરવમાં આવે છે એ ઉપરાંત કલિકારોપણ અને ઉપરોપણ દ્વારા સફળતાપૂર્વક કલમ કરવામાં આવે છે.
માવજત
રોપણી પછી પાકની માવજત નીચે પ્રમાણે કોઠા મુજબ ખાતર ઉમેરીને કરવી.
પિયત
અંજીર ઓછા પણીએ થતો પાક ગણાય છે. પરંતુ જો નિયમિત પિયત કરવામાં આવે તો ફળની અને ઝાડની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળે છે. જેને લીધે ફળ કદમાં મોટા સારી ક્વોલિટિના અને વધુ સંખ્યામાં બેસે છે. સ્થળ, હવામાન અને જમીનના પ્રકાર મુજબ વર્ષ દરમિયાન 14થી 17 પિયત આપવા હિતાવહ છે. શિયાળામાં 16થી 18 દિવસે પિયત કરવું જ્યારે ઉનાળામાં 6થી 8 પિયત ફાયદાકારક છે.
આંતર પાકો
છોડ 2થી 3 વર્ષ થાય ત્યાં સુધી કઠોળશ, રીંગણ, મરચા, ટામેટા, ભીંડા, ગુંવાર જેવા પાકો લઈ શકાય. નવા રોપેલા છોડની 1 મીટરની ઊંચાઈ થાય એટલે તેમાંથી ફળને ઉતારી તેને વ્યવસ્થિત ટ્રીમ કરતું રહેવું તેને કારણે થડ મજબૂત થશે. પહેલા જુની ડાળીઓ ઉપર ફળ બેસસે અને પછી નવી ઉગેલી ડાળીઓ ઉપર ફળ આવશે.
નિંદામણ
પાકનું નિંદામણ ભૌગોલિક સ્થળ ઉપર આધારિત હોય છે જેમ કે, પુનામાં અને ઉત્તર ભારતમાં ડિસેમ્બર માસમાં નિંદામણ કરવામાં આવે છે. જ્યારે કર્ણાટકમાં જાન્યુ-ફેબ્રુઆરી માસમાં નિંદામણ કરવામાં આવે છે. જ્યારે તમિલનાડુમાં તો નિંદામણ કરવામાં જ નથી આવતુ. પણ તેને પદલે ડાળીઓ ઉપર ખાંચા પાડવામાં આવે છે જેને કારણે નવી નવી ડાળીઓ ફૂટે છે અને ફળ વધુ આવે છે. ગુજરાતમાં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં નિંદાણણ કરવામા આવે છે.
ફાલની મૌસમ
અંજીર રોપ્યા બાદ પહેલા વર્ષે પ્રમાણમાં થોડાક જ ફળ-ફૂલ બેસે છે પરંતુ ધીરે ધીરે પાંચમા વર્ષ સુધી ભરચક ફળ ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે. અંજીરના ઝાડ ઉપર 30થી 40 વર્ષ સુધી સારુ ઉત્પાદન મળી રહે છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં માર્ચથી જૂન સુદી મીઠા બહારના ફળ પાકે છે જ્યારે દક્ષિણ ભારતમાં બે ફાલ લેવાય છે જેમાં જુલાઈ-સપ્ટેમ્બર ખટ્ટા બહાર અને ફેબ્રુઆરી-મે મહિનામાં મીઠા બહારના ફળ આવે છે.
ઉત્પાદન
અંજીરની મૌસમ માર્ચથી શરૂ થઈને મે માસની આખર સુધી ચાલે છે. પક્ષીઓથી ફળને બચાવવા માટે માર્ચ માસથી ફળ ઉતારવાનું શરૂ કરવામાં આવે છે. હેક્ટરે સરેરાશ અંજીરનું 8000થી 10000 કિ.ગ્રા પાક તૈયાર થાય છે. આ ફળની નિકાસ કરવામાં આવે છે.
અંજીરની સુકવણી
અંજીરની સુકવણી વ્યાપારિક ધોરણે ભારતમાં થતી નથી. પરંતુ સુકા અંજીર પરદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો અંજીરની સુકવણી કરવી હોય તો ફળનો ટી.એસ.એસ.20 કરતા વધારે હોય તેવા ફળ પસંદ કરી અને તેને એક ટકા પોટેશિયમ મેટાબાયસ્લફાઈટના દ્વાવણમાં ડુબાડી અને સોલાર ડ્રાયરમાં સૂકવી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App