કાયમ મફતમાં દ્રાક્ષ ખાવી હોય તો આ રીતે ઘરે ઉગાડો, વેલમાં આવશે ઢગલાબંધ ઝૂમખા

Cultivation of Grapes: દ્રાક્ષ ખાવાનું કોને નહિ ગમે? આ લાલ, લીલી અને કાળા રંગની દ્રાક્ષ સ્વાદ અને આરોગ્યના ગુણોથી ભરપૂર છે. ગમે તેટલી દ્રાક્ષ ઘરમાં આવે, બાળકો અને પુખ્ત વયના લોકો હોંશે હોંશે ખાય છે. દ્રાક્ષને લઈને લોકોના મનમાં એક માન્યતા હતી કે દ્રાક્ષ(Cultivation of Grapes) વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવે છે. લોકોને લાગતું હતું કે સફરજનની જેમ બધી જ પ્રકારની જમીન અને આબોહવામાં સરળતાથી તેનું વાવેતર કરી શકાતું નથી.

પરંતુ હવે ટેક્નોલોજી અને કૃષિ વિજ્ઞાને એટલો વિકાસ કર્યો છે કે તમે તમારા બગીચાના વિસ્તારમાં સરળતાથી દ્રાક્ષનું વાવેતર કરી શકો છો. આજે અમે તમારી સાથે દ્રાક્ષ રોપવાની એક ઉત્તમ રીત જણાવીશું, જેના કારણે તમારે નર્સરીમાંથી ન તો બીજ ખરીદવા પડશે અને ન દ્રાક્ષના છોડ. તો કોઈ પણ વિલંબ કર્યા વિના, ચાલો જાણીએ દ્રાક્ષ વાવવાની આ રીત.

દ્રાક્ષનો છોડ કેવી રીતે ઉગાડવો
ઘરે કૂંડામાં દ્રાક્ષ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં માટી, રેતી અને યોગ્ય પ્રમાણમાં છાણિયુ ખાતર ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તમે બીજ દ્વારા અથવા કટીંગ દ્વારા પણ દ્રાક્ષ ઉગાડી શકો છો.દ્રાક્ષના વેલાને ઉગાડવા માટે માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ ઉગાડો અથવા તો નર્સરીમાંથી સારી ગુણવત્તાનો વેલો લાવીને મુકો. ત્યારબાદ તેના પર માટી નાખો. આ કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો.

વેલાને 7 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ
જો તમે બીજમાંથી દ્રાક્ષનો વેલો ઉગાડો જશો તો 2 થી 8 અઠવાડિયામાં અંકુરિત થાય છે. આ વેલાને 7 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. ત્યારબાદ આ વેલાને દોરડાની મદદથી બાંધી દો.દ્રાક્ષના વેલા પર લીમડાના તેલનો છંટકાવ કરો. તેમજ દર મહિને છાણિયું ખાતર ઉમેરવાનું રાખો. અંદાજે 1 વર્ષ પછી આ વેલા પર દ્રાક્ષ ઉગશે.

દ્રાક્ષના પાનને પલાળવા જોઈએ નહીં
કુંડામાં જો છોડ લગાવ્યો છે, તો તેને વધારે પાણી આપવાની જરુર રહેતી નથી. એટલા માટે જ્યારે કુંડામાં માટી સુકાઈ જાય ત્યારે તેને પાણી આપો. ઠંડીની સિઝનમાં છોડને વધારે પાણી આપવું જોઈએ નહીં. ધ્યાન રાખશો કે દ્રાક્ષના પાનને પલાળવા જોઈએ નહીં, નહીંતર તેના પાનમાં રોગ આવી શકે છે, અને છોડ ખરાબ થઈ જશે.