પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા વાવવાથી થઈ જશે પૈસાના ઢગલે-ઢગલાં!

Red Rice Cultivation: ખેડૂતો માટે આજે આધુનિક ખેતી કરવી ખૂબ જ સહેલી થઈ ગઈ છે. વિજ્ઞાનની સહાયતાથી ઘણાં એવા પાક છે જે કોઈપણ જગ્યાએ ઉગાડી શકાય છે અથવા તો તેના માટે જોઈતું વાતવારણ અને યોગ્ય પોષણ આપીને તેની ખેતીથી (Red Rice Cultivation) તગડી કમાણી કરી શકાય છે. આવી જ એક ખેતી એટલે લાલ ચોખાની ખેતી. આ ખેતીથી ખેડૂતો પરંપરાગત ચોખાની ખેતી કરતાં વધુ કમાણી કરી શકે છે. લાલ ચોખાના ઔષધીય ગુણો એટલા બધા છે કે તેની ઉપજનો ભાવ ખૂબ જ સારો આવે છે.

લાલ ચોખાના ફાયદા
લાલા ચોખા બિલકુલ લોહી જેવા લાલ રંગના હોય છે. જે મુખ્યત્વે હિમાચલ પ્રદેશમાં તેની ખેતી થતી હતી જોકે આજે બિહારના મેદાની પ્રદેશોમાં પણ આ ચોખાની ખેતી થાય છે. જેની પાછળનું કારણ છે તેમાં મળતો નફો. આ ચોખાના પ્રતિ કિલો 250 રુપિયા જેટલો ભાવ ઉપજે છે. જોકે હવે તમને થશે કે સામાન્ય રીતે 35-55 રુપિયા કિલો સુધીમાં મળતાં ચોખા સીધા 250 રુપિયા કિલો કઈ રીતે મળે? આટલા મોંઘા ચોખા પાછળનું કારણ શું હોઈ શકે? તો પહેલા તેના ફાયદા પણ જાણી લએ.

લાલ ચોખાની સુગંધ
લાલ ચોખા સંપૂર્ણપણે બાસમતી ચોખાની જાતનો પાક છે. તેની સુગંધ આખા ખેતરને સુગંધિત રાખે છે. ડાંગરના કાનને અડતા જ જાણે હાથમાંથી બાસમતી ચોખાની સુગંધ થોડીવાર આવતી રહે છે. આટલું જ નહીં, જ્યાં લાલ ચોખાની ખેતી કરવામાં આવી રહી છે તે ખેતરની આસપાસ તેની સુગંધ અનુભવી શકાય છે.

લાલ ચોખાના ઔષધીય ગુણો
લાલ ચોખામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં ઘણી મદદ કરે છે. આ સાથે ભરપૂર પ્રોટિન હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. લાલ ચોખાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક સારો વિકલ્પ છે. હૃદયની તંદુરસ્તી માટે તેમાં ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન ઈ જેવા પોષક તત્વો ખૂબ જ ફાયદાકારક બને છે.

આ ચોખાની ખેતીથી લાખોની કમાણી
લાલ ચોખાની ખેતી માટે ડ્રીપ ઈરિગેશન પદ્ધતિ ખૂબ જ ફાયદારક રહે છે. તેમજ આ ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝરની જગ્યાએ સેન્દ્રીય ખાતર કે પછી ઓર્ગેનિક ખાતર એક ઉત્તમ પોષક તત્વ સાબિત થાય છે. 1 હેક્ટર એટલે કે 4 વીઘા જમીનમાં આ ચોખાની ખેતીથી 40 ક્વિંટલ જેટલી ઉપજ મળે છે. બજારમાં લાલ ચોખાની કિંમત પ્રતિ કિલો 250 રુપિયા છે જે હિસાબે 40 ક્વિંટલ એટલે કે 4000 કિલો ચોખાની ઉપજ મળતાં ખેડૂતને એક પાકમાં જ 10 લાખ રુપિયાની કમાણી થાય છે. જેમાં તમામ ખર્ચ કાઢતાં બાકી બચતો ચોખ્ખો નફો પણ ખૂબ જ વધારે છે.