Capsicum Farming: શિયાળાની ઋતુમાં કેટલાક જિલ્લાઓમાં કેપ્સીકમની ખેતી કરવામાં આવે છે. બજારમાં લાલ, લીલા કે પીળા રંગના કેપ્સીકમ (Capsicum Farming) ઉપલબ્ધ છે. જેની ખેતીમાં વધારે મહેનત અને ખર્ચ નથી થતો. કેપ્સીકમની ખેતી આખા વર્ષ દરમિયાન કરવામાં આવે તો ત્રણ પાક મેળવી શકાય છે. તેથી જ ખેડૂતો કેપ્સિકમની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે.
એક પાકમાંથી 5 થી 7 લાખ રૂપિયા સુધીની કમાણી
કેપ્સિકમનું વાવેતર ઓક્ટોમ્બરમાં થાય છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાપણી કરવામાં આવે છે. સારા ડ્રેનેજવાળી મધ્યમથી ભારે કાળી જમીન આ પાક માટે યોગ્ય છે. કેપ્સીકમની ખેતી માટે જમીનનું pH મૂલ્ય 6 થી 7 ની વચ્ચે હોવું જોઈએ. ઉપજની માત્રા કેપ્સીકમની વિવિધતા અને કાળજી પર આધાર રાખે છે. એટલા માટે ઉત્પાદનનો અવકાશ 150 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હોઈ શકે છે. કેપ્સિકમના ખેડૂતો ઘણી મહેનત કર્યા પછી એક પાકમાંથી 5 થી 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.
ખેતીની તૈયારી કેવી રીતે કરવી?
કેપ્સીકમના છોડને રોપતા પહેલા ખેતરમાં 5-6 વખત સારી રીતે ખેડાણ કરો.
ખેડાણ કરતા પહેલા ખેતરમાં ગાયના છાણનું ખાતર સારી રીતે ભેળવવું.
ત્યાર બાદ ખેતરમાં 90સેમી પહોળી પથારી બનાવો.
તેના એક છોડને બીજા છોડથી લગભગ 45 સે.મી.ના અંતરે ટ્રાન્સપ્લાન્ટ કરો.
એક પથારીમાં છોડની માત્ર બે લાઈનમાં વાવો.
સિંચાઈ અને ખાતર વ્યવસ્થાપન
કેપ્સીકમનું ખેતર તૈયાર કરતી વખતે તેમાં લગભગ 25 થી 30 ટન સડેલું છાણનું ખાતર ભેળવી દો. ખાતરનો ઉપયોગ કરતા પહેલા એકવાર કૃષિ તજજ્ઞોની સલાહ જરૂર લેવી. સિંચાઈની વાત કરીએ તો કેપ્સીકમના પાકને વધુ અને ઓછા પાણી બંનેથી નુકસાન થઈ શકે છે.
તેથી જો જમીનમાં ભેજ ઓછો હોય તો તેને તરત જ પિયત આપવું જોઈએ અને જો પાણીનું સ્તર ઊંચું હોય તો તેમાંથી તુરંત નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. કેપ્સીકમના પાકને સામાન્ય રીતે ઉનાળામાં એક અઠવાડિયામાં અને શિયાળામાં 10 થી15 દિવસે પિયત આપવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App