આ વિદેશી ફૂલની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ- કૃષિ વૈજ્ઞાનિકે આપી સોનેરી સલાહ

Exotic flower cultivation: આ ફૂલ લગ્ન પ્રસંગ અને તહેવારોની સીઝનમાં આખા દેશમાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય છે.તેમાં પણ ખાસ કરીને ફેન્સી ફૂલોની ડિમાન્ડ વધુ રહેતી…

Exotic flower cultivation: આ ફૂલ લગ્ન પ્રસંગ અને તહેવારોની સીઝનમાં આખા દેશમાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય છે.તેમાં પણ ખાસ કરીને ફેન્સી ફૂલોની ડિમાન્ડ વધુ રહેતી હોઈ છે ત્યારે ઓર્કિડ થાઈલેન્ડનું નેશનલ ફૂલ છે, જેનું મોટા પ્રમાણમાં ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જો આ ફૂલની ખેતી ભારતમાં જ કરવામાં આવે, તો ખેડૂતોને કમાણી(Exotic flower cultivation) પણ થઈ શકે છે અને ઈમ્પોર્ટનો ખર્ચો પણ ઓછો થઈ શકે છે.

ચીખલી અને વાસંદાના 30 એકરમાં ઓર્કિડની ખેતી કરવામાં સફળતા મળી
ગુજરાતમાં અનેક પ્રકારના છોડના કટ ફ્લાવર મળે છે. ગુલાબ, રજનીગંધા, ગલગોટા, કાર્નશન, એસ્ટર અને ગ્લેડીયોલસ જેવા ફૂલો પણ કટ ફ્લાવર તરીકે સારા ચાલી રહ્યાં છે. ગુજરાતમાં ગુલાબ 4 હજાર હેક્ટમાં 39 હજાર ટન ખાય છે. પછી મેરી ગોલ્ડ 8700 હેક્રમાં 83 હજાર ટન થાય છે. લીલી 3700 હેક્ટરમાં 38 હજાર ટન થાય છે. અન્ય ફૂલોમાં 2543 હેક્ટરમાં 22 હજાર ટન થાય છે. જેમાં ઓર્કેડના કટ ફ્લાવર આવી જાય છે.10 વર્ષ પહેલાં 7 હજાર હેક્ટરમાં 42 હજાર ટન ફૂલ થતાં હતા. હેક્ટરે માંડ 1 હજાર કિલો થતાં હતા. ગુજરાતમાં 70 ટકા ઓર્કિડના ફુલોની થાઈલેન્ડમાંથી આયાત કરવામાં આવે છે. સુરતના ચીખલી અને વાસંદાના 30 એકરમાં ઓર્કિડની ખેતી કરવામાં સફળતા મળી છે. બાગાયતી વિભાગ 38 લાખની સબસીડી આપે છે.

ભેજ માટે કુલર વપરાય છે
ઓર્કિડ ફૂલોના રંગ, કદ, આકારથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. છોડ પરથી કાપી લીધા પછી 15થી 30 દિવસ સુધી ટે ટકી રહે છે. તેથી વેચાણ કિંમત વધુ મળે છે. નવસારીમાં સૌથી વધું 2400 હેક્ટરમાં 24 હજાર કિલો ફૂલ પેદા થાય છે. ત્યાર પછી આણંદ અને વડોદરામાં સારા ફૂલના બગીચા છે.દક્ષિણ ગુજરાતમાં ઉગાડી શકાય તેવા ડેન્ડ્રોબિયમ, ફેલેનોપ્સીસ, વેન્ડા, મોકારા જાતો સારી છે. 70 ટકા ભેજ હોય ત્યાં સારા થાય છે. ભેજ માટે કુલર વપરાય છે. તેથી ગ્રીન હાઉસ સારા છે.

ફૂલની ખેતી કરવા માટે વધારે ખર્ચ લાગતો નથી
આ અંગે બાગાયતી વિભાગના ફ્લોરી કલ્ચર અને લેન્ડસ્કેપના હેડએ જણાવ્યું હતું કે, ઓર્કિડમાં 3થી 4 પ્રકારના ફુલ જોવા મળે છે, જે ખૂબ જ સુંદર પિંક, સફેદ, યલો અને મરૂન કલરના હોય છે. આ ફૂલની ખેતી નેટ હાઉસમાં માટી વગર કરી શકાય છે, આ ફૂલની ખેતી કરવા માટે વધારે ખર્ચ લાગતો નથી આની ખેતીમાં કોકોપીટ કોલસા અને ઇટ નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા આની ખેતી કરીને સારી એવી કમાણી કરી શકાય તેમ છે.

વિદેશ પર નિર્ભર નહી રહેવું પડે
મોટા પાયે જરવેરા ફૂલની પણ ખેતી કરે છે. જરવેરા લાલ મોરંગમાં પેદા થાય છે. જેના માટે છાણીયું ખાતર અને ચોખાનો ભૂસો જરૂરી છે. ફોર્મલીન ટ્રીટમેન્ટ બાદ તેના ફૂલ આવે છે.ઓર્કિડની ખેતી નારિયેળની છાલ ઈટ અને કોલસાની મદદથી કરી શકાય છે. આ ફૂલ માટે ઉપયોગમાં લેવાતા કુંડામાં નાના નાના કાણા પાડી લેવામાં આવે છે. કેમ કે, આ ફૂલના રૂટ એરિયલ રૂટ હોય છે, જે વાતાવરણમાંથી તેને જોઈતા નાઈટ્રોજન ઓક્સિજન મેળવીને પોતાનો ખોરાક બનાવતા હોય છે. આ ઉપરાંત આની ખેતી પ્લાસ્ટિકના ફળ ભરવા અને વેચવા માટે ઉપયોગમાં લેવાતા જૂના કેરેટનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. આ ફૂલની ખેતી કરવા માટે ટીશ્યુ કલ્ચર કરેલા છોડ લેવામાં આવે છે.