સુરત/ દર્શન કરવા જતાં 17 વર્ષીય યુવક ડમ્પરની અડફેટે આવતાં મોત, પરિવારે ગુમાવ્યો એકનો એક આધાર

Surat Accident: શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ઉન વિસ્તારમાં રાત્રે એક ગંભીર અકસ્માત(Surat Accident) સર્જાયો હતો. 17 વર્ષીય યુવક દરગાહ પરથી…

Surat Accident: શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ઉન વિસ્તારમાં રાત્રે એક ગંભીર અકસ્માત(Surat Accident) સર્જાયો હતો. 17 વર્ષીય યુવક દરગાહ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે એક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરના ચાલકે અડફેટે લીધો હતો. તેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.

પુરપાટ ઝડપે આવતા ડમ્પરએ ટક્કર મારી
મળતી માહિતી અનુસાર, ઉન પાટીયા વિસ્તારમાં આવેલી સંજય નગર સોસાયટીમાં 17 વર્ષીય સોહેલ અલ્તાફ અન્સારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા એક ભાઈ અને બે બહેન છે. હાલ સોહિલ અભ્યાસ પણ કરતો ન હતો. ગતરોજ રાત્રે નજીકમાં આવેલા પ્રેમ નગર ગેબનશા બાબાની દરગાહ ખાતે ગયો હતો. રાત્રે એક વાગ્યે આસપાસ સોહેલ દરગાહ હતી પરત ઘરે ફરી રહ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી.

યુવકના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ
ડમ્પર ચાલકે ટક્કર મારતા સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારબાદ સોહેલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સોહિલને તપાસી મૃત જાહેર કર્યો હતો. સોહેલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માત કરનાર ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહીની માંગ
મૃતકના સંબંધી જબ્બાર પટેલએ કહ્યું કે, આ મારા સાઢુનો દીકરો હતો. 17 વર્ષનો હતો.વેલ્ડિંગના કામકાજથી બે પૈસા કમાતો હતો. પરિવારે એકના એક આધારને ગુમાવી દીધો છે. ત્યારે અમારી ન્યાયની સાથે આ પરિવાર માટે મદદરૂપ થવાય તેવી માગ છે.અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરકડ કરી હતી. મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.