Watermelon and Sweet Potato Cultivation: ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તરબૂચ-શક્કરટેટીનું વાવેતર કરી શકાય છે, જેમાં એક એકરમાંથી 12 થી 22 ટન જેટલી ઉપજ મેળવી શકાય છે. તરબૂચ અને શક્કરટેટીની ખેતી કરીને ખેડૂતો બે મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. જો તમારે વધુ નફો મેળવવો હોય તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર(Watermelon and Sweet Potato Cultivation) કરવું જોઈએ. એપ્રિલ સુધીમાં પ્રતિ એકર 12 થી 22 ટન તરબૂચ મેળવી શકાય છે. બાદમાં આ જમીનમાં રીંગણ અને અન્ય પાક જુલાઈ મહિનામાં લઈ શકાય છે. ત્યારે ચાલો જાણીએ તરબૂચ-શક્કરટેટીની ખેતી વિશે.
યોગ્ય સમયે વાવેતર કરવાથી તરબૂચની ઉપજ ઘણી સારી મળે
નિષ્ણાંતોના મતે તરબૂચ અને શક્કરટેટીની ખેતી માટે અત્યારથી જ ખેતરો તૈયાર કરી લેવા જોઈએ. સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બે થી ત્રણ ટન સડેલું છાણનો ઉપયોગ કરવો. ખેતરમાં પાણીનું પ્રમાણ વધુ કે ઓછું ન હોવું જોઈએ. તેમજ તરબૂચની વાવણી 2.5 થી 3.0 મીટરના અંતરે કરવામાં આવે છે. જો યોગ્ય સમયે વાવેતર કરવામાં આવે તો તરબૂચની ઉપજ ઘણી સારી મળે છે
સિંચાઈ અને ખાતર
તરબૂચની ખેતીમાં સિંચાઈની જરૂર પડે છે. તેને ટપક સિંચાઈ દ્વારા સિંચાઈ કરી શકાય છે. તેનો ફાયદો એ છે કે દરેક છોડની જરૂરિયાત ઓછા પાણીમાં પૂરી કરી શકાય છે. ખાતર પણ આ જ પદ્ધતિથી આપી શકાય છે. NPK 19:19 તરબૂચ-શક્કરટેટીમાં નાખવું જોઈએ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સલાહ મુજબ વાવેતર કરવાથી સારી ઉપજ મળે
ઉનાળામાં ખેડૂતો ઓછા સમયગાળા અને ઓછા ખર્ચમાં શક્કરટેટી અને તરબૂચનું દર વર્ષે વાવેતર કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રોગ જીવાત સહિત ઉત્પાદન ઘટવાના પ્રશ્નો, સાઇઝ ન બનવાના પ્રશ્નો ખૂબ જ સામે આવતા હોય છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે. પરંતુ જો ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સલાહ મુજબ વાવેતર કરે તો સારું એવું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે છે.
તરબૂચનું ઉત્પાદન પ્રતિ એકર 22 ટન સુધી મળી શકે
જો તમારે તરબૂચ અને શક્કરટેટીનો સારો ભાવ જોઈતો હોય તો વહેલી ખેતી કરવી જોઈએ. તરબૂચ પ્રતિ એકર 22 ટન ઉપજ આપી શકે છે. બજારમાં 10 થી 18 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે. ત્યારે પ્રતિ એકર શક્કરટેટીનું ઉત્પાદન લગભગ 12 ટન જેટલું મળી શકે છે. તેની કિંમત બજારમાં 20 થી 25 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. એપ્રિલમાં આખો પાક તૈયાર થઈ જાય છે. આ પછી આ ખેતરમાં રીંગણનું વાવેતર કરી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube